News of Saturday, 28th March 2026
કચ્છના રાપરમાં લોહાણા સમાજ દ્વારા રામનવમી ની ભવ્ય ઉજવણી : મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ભગવાનના જન્મદિવસ નિમિત્તે રાપર શહેર રામમય બન્યું
દરીયાસ્થાન મંદિર ખાતેથી બપોર બાદ ભવ્ય શોભાયાત્રા નું આયોજન થયુ : મુખ્ય બજાર માલી ચોક એસટી રોડ દેના બેન્ક ચોક સલારીનાકા ભુતિયા કોઠા રોડ માંડવી ચોક થઈ પરત દરીયાસ્થાન મંદિરે સંપન્ન થઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે રાપર શહેર રામમય બન્યું હતું. રાપર લોહાણા સમાજ દ્વારા દરીયાસ્થાન મંદિર ખાતે થી બપોર બાદ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે મુખ્ય બજાર માલી ચોક એસટી રોડ દેના બેન્ક ચોક સલારીનાકા ભુતિયા કોઠા રોડ માંડવી ચોક થઈ પરત દરીયાસ્થાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે યોજાયેલ રામનવમી ની શોભાયાત્રા માં રાપર રાજેશભાઈ ચંદે પ્રમુખ લોહાણા મહાજન રાપર ,ચાંદ ભીંડે પ્રમુખ નગર પાલિકા રાપર ,રસિકલાલ આદુઆની, ભોગીલાલ મજીઠીયા, બળવંત ભાઈ મીરાણી, મુકેશભાઈ ઠક્કર, કાંતિલાલ નાથાણી, મહેશ ભાઈ ચંદે યુવક મંડળ પ્રમુખ, દિનેશભાઈ ચંદે, લાલજી ભાઈ નાથાણી, સરસ્વતીબેન ચંદે, અંજના બેન ઠક્કર,પ્રભુલાલ રાજદે, વિનોદ ભાઈ મજીઠીયા, કલ્પેશ રાજદે, પ્રફુલ ચંદે, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાપર પીઆઇ જે.બી.બુબડીયા, પીએસઆઇ ડી.આર.ગઢવી, પી.એલ.ફણેજા, એચ.વી.કાતરીયા, નરેશ ઠાકોર, મનહર ચૌધરી, તેજાભાઇ રબારી, બાબુભાઈ કારોત્રા, કીરણ બારોટ, અજમલ દેસાઈ, પ્રવિણ ચૌધરી, જીગરનાથ, મયુરસિંહ, વિજય ઠાકોર, કિર્તીસિંહ વાઘેલા, દશરથ મારાજ, ઉર્વશી સોલંકી, રંજન મુલીયાણા, જાગૃતિ ગામોટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
