<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

લીંબડીમાં લગ્નનો હરખ માતમમાં ફેરવાયો: DJ પર ગીત વગાડવાની સામાન્ય તકરારમાં અમદાવાદના યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: મનપસંદ ગીત વગાડવા મુદ્દે થઈ હતી માથાકૂટ: અદાવત રાખીને હુમલો: લીંબડી પોલીસે આરોપી અમન ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

 

 

લીંબડી : અમદાવાદના વસ્ત્રાલથી લીંબડી લગ્ન પ્રસંગમાં આવેલા દીપક સોલંકીએ DJ ઓપરેટરને પોતાનું મનપસંદ ગીત વગાડવા મોબાઈલ આપ્યો હતો. આ બાબતે આરોપી અમન ચાવડા સાથે બોલાચાલી થઈ હતી, જે અંતે હત્યામાં પરિણમી હતી.

છરીના જીવલેણ ઘા ઝીંકી આરોપી ફરાર દાંડિયારાસના દિવસે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપી અમન પ્રવીણભાઈ ચાવડાએ બીજા દિવસે બપોરે દીપકને રસ્તામાં આંતર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ દીપકના ગળાના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

ગંભીર રીતે ઘાયલ દીપક લોહીલુહાણ હાલતમાં ભાગતો પોતાના પિતા પાસે પહોંચ્યો અને હુમલાખોરનું નામ જણાવ્યું હતું. તેને તાત્કાલિક લીંબડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન મૃતકના પિતા જયેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે લીંબડી પોલીસે આરોપી અમન ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. લગ્ન પ્રસંગમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(2:03 PM IST)