<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

બુરાઈને બદલે ભલાઈનો માર્ગ પકડી સમાજને પ્રકાશિત કરીએઃ આચાર્ય દેવવ્રતજી

રાજ્‍યપાલના અધ્‍યક્ષસ્‍થાને મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૧૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયોઃ વિશ્વ વિદ્યાલયમાંથી પ્રાપ્ત વિદ્યાના વિનિયોગથી સમાજને સુખમય અને સરળ બનાવીએઃ ભોગવાદ નહીં પરંતુ આત્‍માથી પરમાત્‍મા તરફનો માર્ગ આપણાં પૌરાણિક જ્ઞાન વારસાએ આપણને ચિંધેલો છેઃ રાજ્‍યપાલ : ભારતનો યુવાન જોબ ટેકર નહીં પરંતુ જોબ ગીવર બનેઃ કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી નિમુબેન બાંભણીયાઃ યુનિવર્સિટીની પદવી એ એક પડાવથી બીજા પડાવ તરફ અગ્રેસર થવાનો અવસર છેઃ કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન તમારાં જે તે કાર્યક્ષેત્રમાં ઉમેરાય તો તેનું જ્ઞાન વાસ્‍તવમાં ચરિતાર્થ થાય છેઃ કુલપતિ ડો.ભરત રામાનુજઃ ૧૦મા પદવીદાન સમારોહમાં ૧૨,૭૦૪ પદવી, ૮૬ ગોલ્‍ડ મેડલ અને ૪૨ પ્રાઈઝ એનાયત

ભાવનગર,તા.૩૦: રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્‍યક્ષસ્‍થાને મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૧૦મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

કેન્‍દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્‍યમંત્રી  નિમુબેન બાંભણીયા અને કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્‍થિતિમાં ૧૨,૭૦૪ પદવી, ૮૬ ગોલ્‍ડ મેડલ અને ૪૨ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્‍યાં હતાં.

રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થી સમાજને સુખમય અને સરળ બનાવવા માટે પોતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે.

રાજ્‍યપાલશ્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને સુમંગલ ભવિષ્‍યની શુભેચ્‍છાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, પ્રાચીન કાળમાં ઋષિમુનીઓ પ્રેય માર્ગ અને શ્રેય માર્ગની વિદ્યા પ્રદાન કરતાં હતાં. પ્રેય માર્ગ જીવન જીવવાનું શિક્ષણ શીખવે છે અને શ્રેય માર્ગ આત્‍માના વિકાસ સાથે આત્‍માના બંધનોથી મુક્‍તિ મેળવવાનું જ્ઞાન શીખવે છે.

સમાજમાં આજે પ્રેમ, દયાભાવ, સદાચાર જેવાં ગુણો લુપ્ત થઈ રહ્યાં છે અને ભ્રષ્ટાચાર, અધર્મ, પાપ જેવાં કુત્‍સિત ગુણો સમાજમાં વ્‍યાપ્ત બન્‍યાં છે જે સમાજ માટે ઘાતક નિવડશે તેમ જણાવતાં રાજ્‍યપાલશ્રીએ પરોપકાર, ભલાઈ, દિન દુઃખિયાઓની સેવા અને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવાનાં સંસ્‍કારો દ્વારા કર્મના બંધનથી મુક્‍ત થઈને પરમાત્‍માની પ્રાપ્તિ તરફ અગ્રેસર થવાનું આધ્‍યાત્‍મિક જ્ઞાન પિરસ્‍યુ હતું.

કેન્‍દ્રીય રાજયમંત્રી  નિમુબેન બાંભણીયાએ કરતાં જણાવ્‍યું હતું કે, ભારતનો યુવાન જોબ ટેકર નહીં, પરંતુ જોબ ગીવર બને તેવાં સમર્થ યુવાનોનું નિર્માણ દેશમાં અનેક પ્‍લેટફોર્મ દ્વારા થઈ રહ્યું છે.

 દેશનાં યુવાનો વિશ્વ વિદ્યાલયમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરી સમાજ સાથે દેશનાં વિકાસમાં જોડાય તે આજનાં સમયની નિતાંત આવશ્‍યકતા છે.

આ અવસરે કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભવિષ્‍યનાં ભારતને બેનમૂન બનાવવા માટે પોતાનાં પ્રયત્‍નોનું અર્ધ્‍ય અર્પવાની જરૂરિયાત વિદ્યાર્થીઓ સમક્ષ વ્‍યક્‍ત કરી હતી.

કુલપતિ ડો.ભરતભાઈ રામાનુજે પદવીદાન સમારોહની ભૂમિકા બાંધતા જણાવ્‍યું હતું કે, પદવીદાન સમારોહ એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી પરંતુ માતા-પિતાની આશા, સમાજની અપેક્ષાઓની પૂર્તી કરવાની જવાબદારીનો પ્રારંભ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન તમારાં જે તે  કાર્ય ક્ષેત્રમાં ઉમેરાય તો તેનું જ્ઞાન વાસ્‍તવમાં ચરિતાર્થ થાય છે.

કુલપતિ ડો.ભરતભાઈ રામાનુજેકેમ્‍પ ટૂ કોમ્‍યુનિટી અને ર્લનિંગ ટૂ લીટરશીપના ઉપાર્જિત કરેલાં ગુણોને સમાજ શ્રેયાર્થે પ્રસારિત કરવાનાં મૂલ્‍યોની વિશદ છણાવટ કરી હતી.

પદવીદાન સમારોહમાં કુલ- ૮૬ ગોલ્‍ડ મેડલ અને ૪૨ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્‍યા હતાં. આ ઉપરાંત ૨૨ સંશોધકોને Ph.D. પદવી એનાયત કરવામાં આવી હતી.

આર્ટસમાં ૪,૬૩૮, કોમર્સમાં ૨,૭૭, સાયન્‍સમાં ૨,૧૪૯, રૂરલ સ્‍ટડીઝમાં ૧,૪૩૪, મેનેજમેન્‍ટમાં ૪૯૬, એજ્‍યુકેશનમાં ૪૫૪ અને કાયદાશાષામાં ૧૩૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમજ મેડિકલ, હોમિયોપેથી, ડેન્‍ટલ અને ર્નસિંગ સહિત આરોગ્‍ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકળતિક કળષિના વિવિધ સ્‍ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે પરીક્ષા નિરીક્ષક શ્રી ડો.તેજષ જોષીએ આભાર વિધિ કરી હતી.

પદવીદાન સમારોહમાં ધારાસભ્‍ય  સેજલબેન પંડ્‍યા, જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલ,

મ્‍યુનિસિપલ કમિશનર  ડો.નરેન્‍દ્રકુમાર મીના, કાર્યકારી કુલસચિવ  બી.બી.જાની, મહારાણી સમયુક્‍તાકુમારી ગોહિલ, સંબંધિત વિભાગના  ડીન, પ્રોફેસર્સ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

(10:51 AM IST)