News of Monday, 30th March 2026
ચોરવાડના શખ્સનું પરિણીત પર દુષ્કર્મ
પહેલા ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી બાદમાં કુકર્મઆચર્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: માળીયાહાટીના તાલુકાના ચોરવાડના બહાર વિસ્તારમાં રહેતા સુમિત મોહન સગારકા નામના શખ્સે એક ૨૨ વર્ષીય પરિણીતાને ૨૦ દિવસ અગાઉ ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં પરિણીતાનો સંપર્ક કરી તેને તેના ઘરે મળવા પહોંચ્યો હતો.
મળવા આવેલા શખ્સે પોત પ્રકાશ્યું હતું અને પરિણીતા સાથે જબરદસ્તીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ કુકર્મથી હતપ્રભ પહેલી પરિણીતાએ ચોરવાડ પોલીસ પર પહોંચી હતી અને રવિવારે ફરિયાદ કરતા પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ ફરિયાદના આધારે ચોરવાડના મહિલા પીએસઆઇ એસ. આર. સોલંકીએ તપાસ હાથ ધરી નરાધમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
