<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ધોરાજી પાસે કોળી યુવકની હત્‍યા કરનારાને કડક સજા કરવા માંગણી

કોળી સમાજ દ્વારા આંદોલનની ચિમકીઃ આવેદનપત્ર પાઠવાયુ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૩૦ :..  ધોરાજી ખાતે  શનિવારે રાત્રિના સમયે ધોરાજી જામકંડોરણા ચોકડી પાસે આવેલ ગણેશ પરા આઈટીઆઈ સામે સર્વિસ રોડ પર કોળી યુવક હીમાલય હરેશભાઇ બારૈયા પર ધારદાર હથિયાર વડે હુમલો થયેલ જે ઇજાગ્રસ્‍ત યુવકનું સારવાર દરમિયાન મળત્‍યુ નીપજતા હુમલા નો બનાવ હત્‍યામાં ફેરવાયો છે.

 આંગડિયા પેઢીના સંચાલકો ખુલ્લેઆમ હથિયારો લઈને નિર્દોષ કોળી યુવાનો પર હત્‍યારોના ઘા મારીને હત્‍યા નીપજાવતા સમગ્ર કોળી સમાજમાં રોષ   ફાટી નીકળ્‍યો હતો  અને ઉપરોક્‍ત ઘટનામાં વધુ આરોપી હોવા છતાં પોલીસે માત્ર બે આરોપી સામે ગુનો નોંધતા કોળી સમાજના લોકોએ રેલી યોજીને ડેપ્‍યુટી એસપી સિમરન ભારદ્વાજ સામે રોજ ઙ્કગટ કરીને રજૂઆત કરી હતી અને પોલીસ રાજકીય દબાણ વિના તટસ્‍થ તપાસ કરે તેવી માંગણી કરી હતી.

હત્‍યાના મામલે ધોરાજી ખાતે કોળી સમાજના ભાઈઓ એકત્રિત થઈ રેલી સ્‍વરૂપે ધોરાજી પોલીસ વિભાગીય કચેરી ખાતે પહોંચી મૌખિક અને આવેદનપત્ર આપી હત્‍યામાં સામેલ તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવા માગણી ઉચ્‍ચારી હતી. અને કોળી સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે હત્‍યામાં જેટલા ઈસમો ની સંડોવણી હોય એ તમામની સામે કાર્યવાહી કરવા તેમજ આરોપીઓનું વરઘોડો કાઢવા માગણી ઉચ્‍ચારી હતી. પોલીસે દાખલ કરેલ ફરિયાદમાં ગુનેગારોના નામ અને કુલ આરોપીઓ મામલે યોગ્‍ય કાર્યવાહી કરવા  ડેપ્‍યુટી એસપી સિમરન ભારદ્વાજ સમક્ષ માગણી કરાઈ હતી.

ત્‍યારે ધોરાજી પોલીસ વિભાગના અધિકારી સિમરન ભારદ્વાજ એ તમામ આરોપીઓ સામે કડક અને નિષ્‍પક્ષ કાર્યવાહી થશે તેવું રજૂઆત કરતાઓને આશ્વાસન આપ્‍યું હતું

 અને બે આરોપીઓ સામે હત્‍યા અંગેની કલમો નોંધી ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.

આ બનાવ અંગે પીઆર આંગડીયાના ભગીરથસિંહ જેઠવા, મહિપતસિંહ જેઠવાની ધરપકડ કરી છે. 

(12:12 PM IST)