News of Monday, 30th March 2026
મુંગા જીવાત્માઓ માટે આયખુ ઘસી નાંખવુ છેઃ પૂ.દાનેશ્વરી માતાજી
કાલે જસાપરના ‘શ્રી જગુડાધામ એ જ મોગલધામ'માં ૨૪ કલાકનો નવરંગો માંડવો : કાલે સવારે થાંભલી રોપવાનું મુહૂર્તઃ રાવળદેવ તથા રાજકીય, સામાજીક આગેવાનો ભાવિકો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૩૦: જસદણ તાલુકાના જસાપરમાં આવેલા ‘‘શ્રી જગુડાધામ એ જ મોગલધામ''ના મંદિરના પૂ.દાનેશ્વરી માતાજીએ ‘‘અકિલા''માં પધરામણી કરી હતી અને ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને કાલે તા.૩૧ને મંગળવારે જસાપરમાં ‘‘શ્રી જગુડાધામ એ જ મોગલધામ''માં યોજાનાર ૨૪ કલાકના ‘‘નવરંગો માંડવા''નું આમંત્રણ પાઠવ્યુ હતું.
આ તકે પૂ.દાનેશ્વરી માતાજીએ જણાવ્યુ હતું કે, હું માતાજી પાસે એક જ પ્રાર્થના કરૂ છુ કે ઉજળુ જીવન જીવાડજો કોઇપણ કષ્ટી આવે તો પણ સત્યના પથ ઉપર સતત આગળ વધતુ રહેવુ છે અને સેવાકાર્યો કરતા રહેવા છે અને મુંગા જીવાત્મા માટે થતી સેવા માટે કયારેય ઘાસચારો કે કોઇ વસ્તુ માટે હાથ લાંબો નથી કરવો પડયો.
પૂ.દાનેશ્વરી માતાજીએ વધુમાં જણાવ્યુ કે ગોૈમાતા શ્વાન સહિત મુંગા જીવાત્માઓ માટે આયખુ ઘસી નાંખવુ છે.
પૂ.દાનેશ્વરી માતાજીએ કહયુ કે દર વર્ષે ‘‘જગુડાધામ એ જ મોગલધામ''માં ૨૪ કલાકનો નવરંગો માંડવો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે.
પૂ.દાનેશ્વરી માતાજીએ જણાવ્યુ કે, શ્રી જગુડા ધામ એજ મોગલધામ જસાપર ખાતે તા. ૩૧/૩/ર૬ ને મંગળવારે સવારે ૮:૩૦ વાગ્યે થાંભલી રોપવાનુ મુહૂર્ત તથા તા. ૧/૪/ર૦ર૬ ને બુધવારે સવારે ૬:૩૦ વાગ્યે થાંભલી વધાવવાનું મુહૂર્ત છે.
ભોજન મહાપ્રસાદ સવારે ૧૦:૩૦ થી ૧ તથા સાંજે પઃ૩૦ થી ૭ સુધી રાખવામાં આવેલ છે.
આ તકે માતાજીના રાવળદેવ વિજયભાઇ રાવળદેવ શિવરાજપુરવાળા તેમજ જીવનભાઇ રાવળદેવ શિવરાજપુરવાળા ઉપસ્થિત રહેશે.
આ તકે પંચના ભુવાશ્રીઓ સવજીભાઇ કરીર (મચ્છો માં) - કાનપર, જીતુભાઇ સાકરીયા (વાસુકી દાદા) - મોટાદડવા, મેહુલભાઇ કરીર (મેલડીમાં) - કાનપર, દિનેશભાઇ કરીર (મચ્છો માં) - કાનપર, રાજાભાઇ કરીર (મેલડી માં)-કાનપર, છગનભાઇ મોહનભાઇ બુટાણી (ખોડિયાર માં) -દડવા, વિપુલભાઇ મનસુખભાઇ સોજીત્રા (ખોડિયાર માં)-દડવા, અરવિંદભાઇ પ્રાગજીભાઇ ધવા (ખોડિયાર માં)-દેતડીયા, કચરાભાઇ છગનભાઇ કડવાણી (મેલડીમાં)-કાનપર, સુરેશભાઇ શંભુભાઇ ઉંજીયા (ખોડિયાર માં)-કાનપર ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત અગ્નિવિર અખાડા ગુરૂશ્રી મુકતાનંદજી આશ્રમ- (સાપરડા) શિષ્યશ્રી સાધ્વાનંદજી - શિષ્યશ્રી દાનેશ્વરી માતાજી ઉપસ્થિત રહેશે.
મહેશનાથ બાપુ- બાબરા, રઘુબાપુ-મોઢુકા, હેમુબાપુ દલાપીર-લુણીધાર, મહંતબાપુ ખોડીયાર મંદિર-જીથરીયાધાર, મહંતબાપુ જરીયા મહાદેવ-કનેસરા, જીલુ ભગત ઠાકર દ્વારો- કંધેવાળીયા, ભોળાભગત -મોટા દડવા, મહંતશ્રી અભિનંદ બાપુ ગોંડલીયા સહિતના સંતોની પધરામણી થશે.
શ્રી જગુડાધામ એ જ મોગલધામ જસાપરમાં ધર્મોત્સવમાં ઉપસ્થિત રહેવા પૂ. માતાજી તથા શ્રી સર્ર્વો મોંગલ છોરૂ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
વધુ વિગત માટે (મો. ૯૯૦૯ર ૩૬૧૮૦), (મો. ૯પ૭૪૬ રરરર૦), (મો. ૬૩પ૩૮ ૧૭પપ૧) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
