<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ધ્રોલ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભવ્‍ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજનઃ સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્‍થિતિ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૦: ધ્રોલ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે એક અત્‍યંત સુંદર અને ભવ્‍ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ આધ્‍યાત્‍મિક મહોત્‍સવ તા. ૨૬-૦૩-૨૦૨૬, ગુરુવારથી શરૂ થઈ તા. ૦૧-૦૪-૨૦૨૬ સુધી ભક્‍તિસભર વાતાવરણમાં યોજાઈ રહ્યો છે. આ જ્ઞાનયજ્ઞમાં સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા કુલ ૧૯ પોથીઓ નોંધાવવામાં આવી છે, જે ભક્‍તિમય વાતાવરણને વધુ પ્રગાઢ બનાવી રહી છે.

કથાના પ્રથમ દિવસે માધવરાય મંદિરથી વાજતે-ગાજતે ભવ્‍ય પોથી યાત્રા નીકળી હતી, જે લોહાણા મહાજન વાડીએ વિરામ પામી હતી. જામનગરના સુપ્રસિદ્ધ કથાકાર શાષાી હિતેષભાઈ (શ્રીરાધે) બાલકૃષ્‍ણભાઈ જોષી વ્‍યાસપીઠ પર બિરાજી પોતાની મધુર વાણીથી શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. દરરોજ સાંજે ૫ થી ૮ વાગ્‍યા સુધી વહેતી ભક્‍તિની આ સરવાણીમાં તરબોળ થવા માટે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. કથા વિરામ બાદ દરરોજ તમામ કથાશ્રાવકો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ધાર્મિક મહોત્‍સવના ચોથા દિવસે જામનગરના સાંસદ પૂનમબેન માડમે ખાસ હાજરી આપી હતી. તેમણે વ્‍યાસપીઠના દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા અને આતકે આયોજકો સાથે મુલાકાત કરી હતી

(1:11 PM IST)