<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ટંકારામાં જર્જરિત આંગણવાડી મુદ્દે ભારે રોષઃ તંત્ર મોટી દુર્ઘટનાની રાહમાં

માસુમ ભુલકા રાજકોટ મોરબી હાઈવે ઓળંગીને જુના બિલ્‍ડિંગ માં જવા મજબુર સામાજિક કાર્યકર હેમંત ચાવડા દ્વારા તંત્રને આક્રમક રજૂઆત

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા તા.૩૧: માં મામલતદાર કચેરીની બાજુમાં આવેલી આંગણવાડી નંબર ૩૧૨ની હાલત અત્‍યંત બિસ્‍માર અને ભયજનક હોવા છતાં તંત્ર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ મુદ્દે આજે સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાની આગેવાનીમાં લતાવાસીઓએ મામલતદાર, ચીફ ઓફિસર અને ઘ્‍ઝભ્‍બ્‍ ને લેખિત રજૂઆત કરી તંત્રને આડે હાથ લીધું હતું.

આંગણવાડી નંબર ૩૧૨ની ઇમારત એટલી જર્જરિત થઈ ગઈ છે કે તે ગમે ત્‍યારે ધરાશાયી થઈ શકે છે. બાળકોની સુરક્ષાને ધ્‍યાને રાખી છેલ્‍લા ૨-૩ વર્ષથી આ બિલ્‍ડિંગ બંધ કરી દેવામાં આવ્‍યું છે. હાલમાં આ આંગણવાડી મોરબી-રાજકોટ હાઈવે પર આવેલી જૂની ભ્‍ષ્‍ઝ શાખાના એક જર્જરીત મકાનમાં ચાલે છે. પછાત વર્ગના આશરે ૪૦ થી ૫૦ ભૂલકાઓને દરરોજ જીવના જોખમે હાઈવે ઓળંગવો પડે છે. હાઈવે પર સતત દોડતા ભારે વાહનો વચ્‍ચે બાળકોને અકસ્‍માત નડશે તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે. અગાઉ ગ્રામ પંચાયતે પણ આ અંગે ઠરાવ કર્યો હતો , છતાં આઈ સી ડી એસ તંત્ર ઊંઘમાં છે?. શું તંત્ર કોઈ માસૂમનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે? એવો આક્ષેપ હેમંત ચાવડા સામાજિક કાર્યકરે કર્યો હતો ઉપરાંત સ્‍થાનિક રહીશો દિનેશભાઈ ગોહેલ, મુમતાઝબેન, સલમાબેન, અમીનાબેન, હસીનાબેન અને રંભાબેન સહિતના આગેવાનોએ આક્રોશ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, જો તાત્‍કાલિક અસરથી આ જર્જરિત મકાન પાડીને નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્‍યા રાહે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

સૌથી મોટો સવાલ એ છે કે શા માટે ઠરાવ થયા હોવા છતાં નવી આંગણવાડીની મંજૂરી અટવાયેલી છે? અને આઈ સી ડી એસ ને આળશ શેની છે? બાળકોના જીવના જોખમે હાઈવે ઓળંગવાની સ્‍થિતિ ક્‍યાં સુધી ચાલુ રહેશે.

(9:59 AM IST)