News of Tuesday, 31st March 2026
ભાવનગર નજીક બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત મા-પિતા-પુત્રીના મોત
કાજાવદર ગામે શોકનું મોજું: ૯ વર્ષની બાળકીનો ભોગ લેવાયોઃ અરેરાટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૧: સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા સંજયભાઈ બોઘાભાઈ પરમાર ઉં.વ. ૩૨ અને તેમની ૯ વર્ષની દીકરી રશીતા સંજયભાઈ પરમાર પોતાની બાઈક નંબર GJ-04-DF-761 પર સવાર થઈને જાંબાળા ગામથી કાજાવદર તરફ આવી રહ્યા હતા.
દરમિયાન બાઇક પર સામેથી આવી રહેલા ડમ્પર નંબર GJ-04-AF-9511 ના ચાલક સાથે તેમની બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં ૯ વર્ષીય રશીતાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિતા સંજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મળત જાહેર કર્યા હતા.
આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી કાજાવદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
