News of Tuesday, 31st March 2026
પોરબંદરના સુદામા ચોકમાં હનુમાન જયંતીએ મહારકતદાન કેમ્પઃ મહાઆરતીઃ ભજન સંધ્યા
બાલા હનુમાન મંદિર દ્વારા આયોજનઃ લોકોને રકતદાન કરવા ઉમટી પડવા અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, ૩૧: બાલા હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીએ તા. ૨ જી એપ્રિલે સુદામાચોકમાં સવારથી મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.
સાંજે ૬-૩૦ વાગ્યે મહાઆરતી પ્રસાદી વિતરણ રાખેલ છે. હનુમાન જયંતી અવસરે રાત્રે.૧૦ વાગ્યે ભજન સંધ્યા રાખેલ છે. હનુમાન જયંતી અવસરે યોજાનારા કાર્યક્રમોનો લોકોએ લાભ લેવા તેમજ રકતદાન કેમ્પમાં રકતદાન કરવા ઉમટી પડવા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
