<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

પોરબંદર પાસે કારમાંથી ૧.૪૦ લાખનો દારૂ ઝડપાયો

પ-પ લીટરની દારૂ ભરેલી કોથળીઓના ૧૦ બાચકા લઇ જતા કાર ડ્રાઇવર સામે કાર્યવાહી : દારૂ સંબંધે ફરાર એક મહિલા સહિત ૩ આરોપીઓ સામે ગુન્‍હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૧: હાઇવે ઉપર શંકાસ્‍પદ કાર પોલીસે ચેક કરીને કારમાંથી પ-પ લીટરની દારૂ ભરેલી કોથળીઓના કુલ ૧૦ બાચકા ૭૦૦ લીટર કિ. ૧,૪૦,૦૦૦નો મળી આવતા કાર ડ્રાઇવર રજાક મામદભાઇની પોલીસે અટક કરીને કાર્યવાહી કરેલ છે. આ દારૂ સંબંધે વેચાણ અને ખરીદીમાં બાલુ નાથાભાઇ કરશન ચાવડા તથા ઓખાના સુશીલાબેન ભગવાનજીભાઇનું નામ ખુલતા તેમની સામે પોલીસે ગુન્‍હો દાખલ કર્યો છે.

બગવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન સંયુકત બાતમીના આધારે પોરબંદર-ખંભાળીયા હાઇવે પર મારૂતી સુઝીકી કંપનીની સફેદ કલરની અર્ટીગા કાર જેના રજી. નંબર જીજે ૧૦-ડીઇ-૪૧૭૭ વાળી પર શંકા જતા તેને રોકાવી ચેક કરતા તેમાંથી દેશી પીવાનો દારૂનો જથ્‍થો લીટર ૭૦૦ કિ. રૂા. ૧,૪૦,૦૦૦ મળી આવેલ. કારનો ચાલક આરોપી રજાક મામદભાઇ નાગલારહે. મોડપર ગામ મળી આવેલ.

આ દારૂમાં બાલુ નાથા કોડીયાર, કરશન ચાવડા તથા મહિલા આરોપી સુશીલાબેન ભગવાનજીભાઇ રે. ઓખાવાળાના નામ ખુલ્‍યા છે.

કારમાંથી દારૂ પકડવાની કામગીરી પોલીસ સબ ઇન્‍સ. શ્રી આર.જી.ચુડાસમા,  તથા એએસઆઇ એચ.ડી.સીસોદીયા તથા પો.હેડ કોન્‍સ. ડી.આર.સીસોદીયા તથા પો.કોન્‍સ. વીંઝાભાઇ હાજાભાઇ રાણાવાયા તથા પો.કોન્‍સ. હીતેશ જસરાજભાઇ ધુધલીયા દ્વારા કરવામાં આવેલ છે.

(11:46 AM IST)