News of Tuesday, 31st March 2026
ધ્રોલમાં દરજી શેરીમાં રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને 10 હજારથી વધુના મુદામાલ સાથે પોલીસે ઝડપ્યા
બાતમીના આધારે દરજી શેરીમા સબીરભાઇ કાસમભાઇ તાયાણી(સુમરા)ના મકાનની બાજુમા દીવાલ પાસે જાહેરમા જુગાર રમતા જુગારીઓને પકડી પાડતી ધ્રોલ પોલીસ

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવીમોહન સૈનીનાઓએ જામનગર જીલ્લામા દારૂ/જુગારની બંદીને નેસ્તનાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગના I/C જયવીરસિંહ ઝાલાનાઓના માર્ગદશન મુજબ તથા ધ્રોલ પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.વી.રાઠોડના માર્ગર્શન મુજબ ધ્રોલ પો.સ્ટે.ના પોલીસ સ્ટીફના માણસો ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવવા સક્રીય હતા.
દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.કોન્સ. અનીલભાઇ બાબુભાઇ સોઢીયા તથા જગદિશભાઈ હીરામણભાઇ જોગરાણાનાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી હકિકત આધારે ધ્રોલ ટાઉનમા દરજી શેરીમા આવેલ સબીરભાઇ કાસમભાઇ તાયાણી(સુમરા)ના મકાનની બાજુમાં દીવાલ પાસે, જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આરોપીઓ પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવતા, તેના કબ્જા માંથી ગંજીપતાના પાના નંગ-પર તથા રોકડ રકમ રૂ.૧૦,૦૪૦- મળી કુલ કી.રૂ.૧૦,૦૪૦ નો મુદામાલ કબ્જે કરી, મજકુર આરોપીઓને પકડી પાડી, મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે.ના પો.કોન્સ. રાજેદ્રસિંહ સહદેવસિંહ જાડેજા નાઓએ ફરીયાદ આપેલ જે પરથી એ.એસ.આઇ. ડી.જે.ગાગીયા એ જુગાર ધારા ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી (૧) આમીરહુશેનભાઇ જાવીદભાઇ સુમારીયા (રહે,ધ્રોલ સાત ડેરી, ફુલવાડી રોડ ખાટકીવાસ તા. ધ્રોલ જી.જામનગર) (૨) સમીરભાઇ જાવીદભાઇ સુમારીયા (રહે,ધ્રોલ હુશેની ચોક ગાયત્રીનગર પ્લોટ, વિસ્તાર તા. ધ્રોલ જી.જામનગર) (૩) અફજલભાઇ ગફારભાઇ કટારીયા( રહે, પ્રોલ ફુલવાડી રોડ ખાટકીવાસ તા.ધ્રોલ જી.જામનગર)
(૪) જાહીદશા જમાલશા શાહમદાર (રહે, ધ્રોલ વાણીયા શેરી, તા.ધ્રોલ જી.જામનગર) (૫) અબાસભાઇ ઇસ્માઈલભાઈ મકરાણી (રહે, ધ્રોલ ખાટકીવાસ મોટા પીરની બાજુમા તા.ધ્રોલ જી.જામનગર)
આ કાર્યવાહી ધ્રોલ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.રાઠોડ તથા ધ્રોલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ડી.જે.ગાગીયા તથા પો.હેડ કોન્સ. એચ.બી.સોઢીયા તથા પો.કોન્સ. અનીલભાઈ બાબુભાઈ સોઢીયા તથા જગદિશભાઇ હીરામણભાઈ જોગરાણા તથા પો.કોન્સ. રાજેંદ્રસિંહ સહદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
