News of Tuesday, 31st March 2026
સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ:સેન્સ પ્રક્રિયા શરૂ
કોંગ્રેસ પક્ષ આ વખતે સ્થાનિક જનતાના પાયાના પ્રશ્નો જેવા કે બિસ્માર રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યાઓને મુખ્ય મુદ્દો બનાવીને મેદાનમાં ઉતરશે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ જામ્યો છે. આજે સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિમાયેલા પ્રભારી અમિત લવતુકાની હાજરીમાં 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે આ ખાસ બેઠકનું આયોજન કરાયું હતું. સાંજ સુધી ચાલેલી આ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં અંદાજે 30 જેટલા દાવેદારોએ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે પોતાના ફોર્મ ભર્યા છે. પ્રભારી અમિત લવતુકાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ આ વખતે સ્થાનિક જનતાના પાયાના પ્રશ્નો જેવા કે બિસ્માર રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યાઓને મુખ્ય મુદ્દો બનાવીને મેદાનમાં ઉતરશે.
સાવરકુંડલામાં જનતાના પડતર પ્રશ્નોના નિકાલ અને શહેરના સર્વાંગી વિકાસના વાયદા સાથે કોંગ્રેસ પ્રભારીએ આગામી ચૂંટણીમાં પક્ષના ભવ્ય વિજયની આશા વ્યક્ત કરી છે. ઉમેદવારોનો ઉત્સાહ જોતા આગામી દિવસોમાં સાવરકુંડલાનું રાજકારણ વધુ રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
