તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રી હનુમાનદાદા જન્મજયંતીની ભવ્યતાથી ઉજવણી
શ્રી હનુમાનચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, બટુક ભોજન, મહાઆરતી પુજન, અર્ચન, શ્રૃંગાર દર્શન સહિતના કાર્યક્રમો

તસ્વીરમાં માણાવદરમાં બિરાજમાન શ્રી હનુમાનજી મહારાજ, બીજી તસ્વીરમાં મહાપ્રસાદની થતી તૈયારી નજરે પડે છે. (તસ્વીરઃ ગિરીશ પટેલ-માણાવદર)
રાજકોટ, તા., ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે તા. રને ગુરૂવારે શ્રી હનુમાન જયંતીની ભવ્યતાથી ઉજવણી કરાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
માણાવદર
(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર : માણાવદરમાં આવેલા પ્રસિદ્ધ હડમતાલી હનુમાન મંદિરના દર વર્ષની જેમ હનુમાન જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આશરે ૧૪ હજાર લોકો માટે પ્રસાદ બનશે જેમાં ૨૦ કટા ખાંડ, ૩૦ કટા લોટ, ૩૦૦ કિલો ઘી, બુંદી ૧૨૦૦ કિલો, મોહનથાળ ૧૦૦૦ હજાર કિલો, ૫૦૦ કિલો ગાંઠિયા, ૨૦૦કિલો લાડુ, ઘઉંના ૧૦૦ કિલો લાડુના મહા પ્રસાદ બનશે તેમાં ૪૦૦ કિલો ચોખા, ૨૮૦ કિલો તુવેર દાળ, ૨૦૦કિલો ચણા, ૭૦૦=કિલો ટોટલ શાક બનશે.
તાલુકાના ૫૬ ગામો નથી મહા પ્રસાદ લેવા ભક્તો આવશે પ્રસાદી બનવાનું શરૂ થઈ ગયું છે હડમતાળી હનુમાન મંદિરના આશરે ૨૦૦ સેવકો જોડાયા છે.
જામજોધપુર
(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર : જામજોધપુર શ્રી રોકડીયા હનુમાન જી ભકત મંડળ દ્વારા તા. ર ને ગુરૂવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવ અંતર્ગત ૪૭ મો પંચકુંડી શ્રીરામ મહાયજ્ઞ યોજાશે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : શ્રી રામજી મંદીર ખાતે પૂ. જયારામદાસજી મહારાજની આગેવાનીમાં કાલે હનુમાનદાદા જન્મજયંતી નિમિતે સમિષ્ટ ભંડારો યોજાશે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
