<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જામનગર જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ : ‘અટલ ભવન’ ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનું આયોજન

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાવિ ઉમેદવારો માટે બે ગ્રુપમાં નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓનો અભિપ્રાય મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે : સંપર્ક વિગતો અને સમયપત્રક જાહેર

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા (ગ્રામ્ય) ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની મહત્વપૂર્ણ “સેન્સ પ્રક્રિયા” હાથ ધરવામાં આવનાર છે. જનતા ફાટકથી સાત રસ્તા રોડ પર, ફાયર સ્ટેશન પાસે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ‘અટલ ભવન’ ખાતે આ પ્રક્રિયા યોજાશે. ભાજપની આ પરંપરાગત પ્રક્રિયામાં પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓ અને ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની રજૂઆતો અને અભિપ્રાયોને પ્રાધાન્ય આપવામાં આવશે.

બે ગ્રુપમાં વહેંચાયેલ સેન્સ પ્રક્રિયાનું સમયપત્રક:
ચૂંટણી લડવા માંગતા કાર્યકર્તાઓ માટે નીચે મુજબનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે:

ગ્રુપ - 1 (સમય અને સ્થળ)
 * જોડિયા તાલુકો: જોડિયા-પીઠડ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત સીટ માટે 01/04/2026 ના રોજ સવારે 10:00 થી 12:00 કલાકે.
 * ધ્રોલ તાલુકો: ખારવા–લતીપર જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત સીટ માટે 01/04/2026 ના રોજ બપોરે 01:00 થી 03:00 કલાકે.
 * સિક્કા શહેર: વોર્ડ 01 થી 07 ની તમામ નગરપાલિકા સીટ માટે 01/04/2026 ના રોજ બપોરે 03:00 થી 06:00 કલાકે.
 * જામનગર તાલુકો: આમરા, અલિયા, બેડ, ચેલા, ધુંવાવ, ધુતારપર, ખીમરાણા અને મોરકંડા જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયત સીટ માટે 02/04/2026 ના રોજ સવારે 09:00 કલાકે.
ગ્રુપ - 2 (સમય અને સ્થળ)
 * કાલાવડ તાલુકો: ખંઢેરા, ખરેડી, નીકાવા અને નવાગામ જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયત સીટ માટે 01/04/2026 ના રોજ સવારે 10:00 થી 01:00 કલાકે.
 * लालપુર તાલુકો: ભણગોર, લાલપુર, પીપરટોડા અને સીંગચ જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયત સીટ માટે 01/04/2026 ના રોજ બપોરે 02:00 થી 05:00 કલાકે.
 * જામજોધપુર તાલુકો: ગીંગણી, સતાપર, મોટી ગોપ અને શેઠવડાળા જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયત સીટ માટે 02/04/2026 ના રોજ સવારે 09:00 કલાકે.

પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની યાદી:
આ પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે:
ગ્રુપ - 1 ના નિરીક્ષકો:
 * નૈલૈશભાઈ શાહ: પૂર્વ જિલ્લા પ્રમુખ, ગાંધીનગર (મો. 9825064460).
 * શ્રીમતી વીણાબેન પ્રજાપતિ: પૂર્વ પ્રદેશ મહામંત્રી, મહિલા મોરચો (મો. 9714737477).
 * જનકભાઈ પટેલ: (મો. 9824881927).
ગ્રુપ - 2 ના નિરીક્ષકો:
 * શ્રીમતી મધુબેન પટેલ: પૂર્વ પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો (મો. 9328209804).
 * હિતેન્દ્રભાઈ પટેલ: પૂર્વ પ્રદેશ સહ પ્રવક્તા (મો. 9825325660).
 * મહેન્દ્રભાઇ બાવલિયા: પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, બક્ષીપંચ મોરચો (મો. 9825634256).

વધુ માહિતી માટે જિલ્લા ભાજપ કાર્યાલયના ફોન નંબર 0288-2711166 અથવા ઈ-મેઈલ [email protected] પર સંપર્ક કરી શકાશે.

(11:22 AM IST)