<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ગોંડલ વેરી તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

બે યુવકો ન્‍હાવા પડયા બાદ એક ડૂબી ગયો

તસ્‍વીરમાં ડૂબી ગયેલ યુવકની લાશને બહાર કાઢતા ફાયર બ્રિગેડનો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ તા. ૧: ગોંડલ વેરી તળાવમાં ન્‍હાવા પડેલ બે યુવકો પૈકી એકનું ડૂબી જતા મોત નીપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ વેરી તળાવમાં આજે સવારે બે યુવકો ન્‍હાવા ગયા બાદ એક યુવક ડૂબી જતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડને મૃતક યુવકની લાશને બહાર કાઢી પી.એમ. માટે ગોંડલ હોસ્‍પીટલમાં ખસેડી છે. મૃતકનું નામ જાણવા મળેલ નથી. પોલીસે તપાસ હાથ ધરી છે. 

 

(1:24 PM IST)