<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ત્રાકુડામાં ચુલાની ઝાળે દાઝી જતા પ્રૌઢા, વડિયાના રામપુર ચેકડેમમાં ડુબી જતા યુવાન, નવા વાઘણીયામાં બિમારીથી કંટાળી ઝેરી દવા પી જતા પ્રૌઢ ,નાની કુંડળમાં ઝાડની ડાળી માથે પડતા દબાઈ જવાથી યુવાનના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧ :  અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્‍યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્‍યારે જીલ્લામાં વધુ અપમળત્‍યુંના ચાર બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.

ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે જયાબેન કાબાભાઈ કલસરીયા (ઉ.વ.૪૬)  કેરોસીનનું ડબલું માળીયામાં મુકવા જતા અચાનક નીચે ચુલામાં પડી ભડકો થતા શરીરે દાઝી જતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું વિનોદભાઈ કાબાભાઈ કલસરીયાએ ખાંભાપોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં વડિયાના રામપુર ગામે શિવાલય મંદિર પાસે આવેલ ચેકડેમના પાણીમાં ડુબી જવાથી ચંદ્રેશભાઈ શાંતુભાઈ કોટીલા ઉ.વ.૧૮નું મોત નિપજયાનું પ્રકાશભાઈ અમરૂભાઈ કોટીલાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.ત્રીજા બનાવમાં બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામની સીમમાં પ્રકાશભાઈ મનસુખભાઈ રાંકની વાડીએ દિપકભાઈ મધુભાઈ રાંક (ઉ.વ.૪૧) છેલ્લા આઠેક વર્ષથી કેન્‍સરની બિમારી હોય.તેને છેલ્લા ઘણા સમયથી કેફી પીણાનું વ્‍યસન હોય.જેનાથી કંટાળી જઈ ઝેરી દવા પી જતા મોત નિપજયાનું મધુભાઈ કરશનભાઈ રાંકે બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.ચોથા બનાવમાં બાબરા તાલુકાના નાની કુંડળ ગામની સીમમાં અનીલભાઈ જેસાભાઈ મેર (ઉ.વ.૩૫) લીમડાના ઝાડની ડાળી મશીનથી કાપતા હોય.જે કપાઈને માથે પડતા નીચે દબાઈ જવાથી મોત નિપજયાનું અશોકભાઈ રાઘવભાઈ મેરે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બાબરાના નવાણીયા ગામે

બે કુટુંબીઓ વચ્‍ચે મારામારી

નવાણીયા ગામે નિર્મળાબેન જયંતિભાઈ સોંધરવા (ઉ.વ. ૪૦)ના બેનનો દિકરો જીગ્નેશ દિનેશભાઈ ચાવડા રહે. સાણથલી તા.જસદણવાળા તથા નિર્મળાબેનના દિકરા બાબતે અગાઉ મેસેજ કરવા પ્રશ્ને બોલાચાલી થયેલ હોય. જેથી તેને સમજાવવા નિર્મળાબેનના દિકરા વૈભવભાઈ જતા તેનું મનદુઃખ રાખી ઉદય નરેશભાઈ, નરેશ પ્રેમજીભાઈ, પ્રભાબેન નરેશભાઈ સોંધરવાએ નિર્મળાબેન સાથે ઝગડો કરી ત્રણેય આરોપીઓએ નિર્મળાબેન તથા તેની સાથેનાઓને ઢીકાપાટું વડે મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે ઉદયભાઈ નરેશભાઈ સોંધરવા (ઉ.વ.૨૧)ના કાકી આરોપી નિર્મળાબેનનો દિકરો જીગ્નેશભાઈ દિનેશભાઈ ચાવડા ઉદયભાઈના ઘરે આવેલ હોય.અને આરોપી નિર્મળાબેન તથા તેમના બેન બોલતા ન હોય. જેનું મનદુઃખ રાખી જયંતિ પ્રેમજીભાઈ,વૈભવ જયંતિભાઈ નિર્મળાબેન જયંતિભાઈ સોંધરવાએ મનદુઃખ રાખી ઉદયભાઈ તથા તેના કુટુંબીઓને ઢીકાપાટું વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(11:52 AM IST)