News of Wednesday, 1st April 2026
પોરબંદર સાંદીપનિ નિકેતન હરિ મંદિરમાં પૂ.ભાઇશ્રીની પ્રેરણાથી હનુમાન જન્મોત્સવઃ ૧૦૮ મોદક અર્પણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧: સાંદીપનિ વિદ્યાનિકેતનના ભવ્ય અને દિવ્ય શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી તા.૦૨ ને ગુરુવાર ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમાના પાવન દિવસે શ્રીહનુમાન જન્મોત્સવ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવમાં સવારે મંગલા આરતી બાદ શ્રીહરિ મંદિરના પાંચેય શિખરોમાં નૂતન ધ્વજારોહણ થશે. તેમજ શ્રીહનુમાનજીનું ષોડશોપચાર પૂજન અને ૧૦૮ મોદક અર્પણ કરવામાં આવશે. શ્રીહનુમાન ચાલીસાના પાઠ તેમજ સુંદરકાંડના પાઠ થશે. સર્વે ભકતોને આ ઉત્સવમાં જોડાવા અને દર્શનનો લ્હાવો લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ.
શ્રીહનુમાન જન્મોત્સવ પર્વ કાર્યક્રમમાં શ્રીહનુમાનજી પૂજનઃ સવારે ૯:૦૦ વાગ્યે, હનુમાન ચાલીસા પાઠ સવારે ૦૯:૦૦ વાગ્યાથી, ૧૦૮ મોદક અર્પણઃ સવારે ૯:૪૫વાગ્યે રાખેલ છે.
ઉત્સવ આરતીઃ સવારે ૧૦:૧૫ વાગ્યે, રાજભોગ આરતીઃ સવારે૧૧:૦૦ વાગ્યે, સુંદરકાંડના પાઠઃ સાંજે ૫:૦૦ થી ૬:૪૫, તથા શયન આરતીઃ સાંજે ૭:૦૦ થી ૭:૩૦ શ્રીહરિ મંદિર સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે રાખેલ છે
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
