<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૪૪૮ બેઠકો અને ૧૪.૫૦ લાખ મતદારો

એક જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત, એક મહાનગર પાલિકા અને પાંચ નગરપાલિકામાં ચૂંટણી જંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :  સ્થાનિક સ્વરાજ્યની આ વખતની ચૂંટણી કચ્છ માટે એક નવો રાજકીય અધ્યાય શરૂ કરશે. આઝાદી બાદ પ્રથમ જ વાર કચ્છમાં એક મહાનગર પાલિકા બનેલ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમ જ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં ફેરવાયેલ નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી થશે. 

૨૬ એપ્રિલના યોજાનાર આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રસપ્રદ આંકડાકીય માહિતી મેળવીએ. એક મહાનગરપાલિકા, ૫ નગરપાલિકા, ૧ જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત માં કુલ ૪૪૮ બેઠકો છે. જ્યારે કુલ મતદારોની સંખ્યા ૧૪ લાખ ૫૦ હજાર ૯૩૧ છે. જ્યારે મતદાન મથકોની કુલ સંખ્યા ૧૮૯૩ છે. ૮૩૫૫ જેટલા કર્મચારીઓ મતદાન માટેની ફરજ બજાવશે. જ્યારે અન્ય કર્મચારીઓમાં ૧૨૦૦ જેટલા પોલીસ જવાનો કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

(9:22 AM IST)