તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
News of Thursday, 2nd April 2026
ઉપલેટાના ઐતિહાસિક ગોંડલ રાજવીના સમયના કોટેશ્વર મહાદેવ મંદિર માટે દાનની અપીલ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા : અહીંના દરબારગઢ અંદર આવેલ ગોંડલના પૂર્વ રાજવી ભગવતસિંહજી બાપુ દ્વારા સ્થાપિત ઐતિહાસિક લોકોને જેમાં પૂરી શ્રદ્ધાને આસ્થા છે તેવા શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર આટલા વર્ષ પછી સાવ જીર્ણો થઈ ગયેલ છે આ મંદિરની સેવા પૂજા સહિત વ્યવસ્થા સેવાભાવી કોટેશ્વર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે મંદિર ગોંડલ રાજવીના તાબા નીચે આવતું હોય કોટેશ્વર ગ્રુપ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માગતું હોય તેથી થોડા સમય પહેલા તેની મંજૂરી માટે ગોંડલ રૂબરૂ જઇ રાજવીકુમાર હિમાંશુસિંહજીને રૂબરૂ મળી જીર્ણોદ્ધાર માટે લેખિત મંજૂરી માગેલ હતી તેના માટે કોટેશ્વર સહિત શહેરના ધર્મપ્રેમી દાન માટે અપીલ કરેલ છે તેના માટે નીતિનભાઈ મરાઠા ૯૮૨૫૨ ૨૮૯૧૭ કાનભાઈ સોની ૯૪૨૬૬ ૫૫૩ ૪૩ ધવલભાઇ કોઠારી ૭૫૭૩૦ ૩૯૭ ૫૧ ઋતુરાજસિંહ જાડેજા ૯૭૨૭૭ ૩૨૫૪૫ કેવલ ભેડા ૯૬૨૪૨ ૦ ૫૧ ૬૧ દીઉભા ઝાલા ૯૭૨૭ ૭૯૭૧૬ અને વિજયસિંહ જાડેજા ૭૮૭૮૪ ૩૧૧૩૨નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.(તસવીર- ભોલુ રાઠોડ)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
