<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સોનારડી ગામમાં મકાનમાંથી દારૂનો જથ્‍થો ઝડપી લેતી જુનાગઢ રેન્‍જ પોલીસ ટીમ

દારૂ, કાર, મોબાઇલ સહિત ૭.૨૧ લાખનો મુદામાલ જપ્‍ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨: રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા નાઓએ જુનાગઢ રેન્‍જ વિસ્‍તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવળતિ સદંતર નેસ્‍ત નાબુદ કરવા અને આવી ગે.કા. પ્રવળતિ સંપુર્ણપણે અંકુશમાં લેવા સુચના કરેલ હોય, જે તેઓ સાહેબની સુચના અન્‍વયે ડી.આઈ.જી.પી. કચેરી જુનાગઢ રેન્‍જ ના પોલીસ ઇન્‍સપેક્‍ટર શ્રી કે.જી.મોડસાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ રેન્‍જના પો.સબ.ઈન્‍સ. બી.ડી.માવદીયા તથા સ્‍ટ્રાઈકીંગ ફોર્સના એ.એસ.આઈ. ગીરૂભા વાઘેલા તથા પ્રધ્‍યુમનસિંહ ચુડાસમા તથા પો.હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઈ ડેર તથા પો.કોન્‍સ પ્રવીણસિંહ મોરી તથા પો.કોન્‍સ. અરવિંદભાઈ વાવેચા નાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન સંયુકત ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય કે, સોનારડી ગામે મેઈન બજારમાં રહેતા અનવર આમદ પલેજા તથા તેના પિતા આમદભાઈ મુસાભાઈ પલેજા વાળાએ પોતાના મકાનમાં ગે.કા. ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો કટીંગ અર્થે રાખેલ છે. તેવી ચોકકસ બાતમી હકીકત મળેલ હોય. જેથી બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતા તેઓના રહેણાંક મકાનેથી ઈંગલીશ દારૂનો જંગી જથ્‍થો તથા અન્‍ય મુદામાલ મળી કુલ મુદામાલ ડી.રૂ. ૭,૨૧,૦૦૦/- નો કબજે કરી હાજર મળી આવેલ ઈસમ આમદભાઈ મુસાભાઈ પલેજા મુસ્‍લીમ ઉ.વ.૬૮ ધંધો.નિવળત રહે.સોનારડી મેઈન બજાર તા.વંથલી જી.જુનાગઢ વાળા તથા હાજર નહીં મળી આવેલ ઇસમ અનવર આમદભાઈ પલેજા રહે.સોનારડી તા.વંથલી જી. જુનાગઢ વાળા વિરૂધ્‍ધ પ્રોહીબીશન ગુન્‍હો રજી. કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વંથલી પો.સ્‍ટે.સોપી આપેલ છે.

 આ સાથે ૭.૨૧ લાખનો મુદામાલ જપ્‍ત કરાયો છે.

પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે.જી.મોડ, પો.સબ. ઈન્‍સ. બી.ડી. માવદીયા એ.એસ.આઈ. ગીરૂભા વાઘેલા તથા પ્રધ્‍યુમનસિંહ ચુડાસમા તથા પો.હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઈ ડેર તથા પો.કોન્‍સ પ્રવીણસિંહ મોરી તથા પો.કોન્‍સ. અરવિંદભાઈ વાવેચા તથા નવલભાઈ નલીયાપરા તથા જયેશભાઈ મારૂ તથા કેતનભાઈ મકવાણાએ કામગીરી કરી છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(10:56 AM IST)