News of Thursday, 2nd April 2026
ખેતી બેંકનો વર્ષ ૨૦૨૫-૨૬નો આશરે રૂ. ૧૧૧ કરોડનો વિક્રમજનક નફો જાહેર કરતા બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રઃ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી માનનીય અમિતભાઈ શાહના ‘‘સહકારથી સમળદ્ધિ'' ના મંત્રને સાર્થક કરતી ગુજરાતના ખેડુતોની પોતાની બેંક ખેતી બેંકની વડી કચેરીએ બેંકની ણાલિ મુજબ નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંતિમ દિવસે ૩૧ મી માર્ચે યોજાયેલ મીટીંગમાં નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ.
નાણાકીય વર્ષ : ૨૦૨૫-૨૬ માં બેંકે આશરે રૂ.૧૧૧.૦૦ કરોડનો ગ્રોસ નફો જાહેર કરેલ છે અને આશરે રૂ. ૮૦.૦૫ કરોડનો અનઓડીટેડ પ્રોવિઝનલ નેટ નફો જાહેર કરવામાં આવેલ છે.
બેંકનું સ્વભંડોળ રૂ. ૭૩૩.૬૭ કરોડ, ધિરાણ રૂ. ૧૧૨૭.૮૪ કરોડ, થાપણો રૂ. ૩૮૪.૪૩ કરોડ એકત્રિત થયેલ છે. છેલ્લા ચાર વર્ષથી ૦% નેટ એન.પી.એ. ધરાવતી દેશની સૌ પ્રથમ બેંક બનેલ છે.
બેંક્રા ચેરમેન ડોલરભાઈ કોટેચાએ બેંકે કરેલ વિક્રમજનક નફા માટે બેંકના કાર્યવાહક મંડળના સદસ્યશ્રીઓ, પ્રતિનિધિ-સભ્યોએ તેમજ બેંક સાથે જોડાયેલા તમામ ખેડૂત ભાઈઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ. બેંક દ્વારા મેળવેલ સિદ્ધિ બદલ બેંકના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવેલ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
