<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સુરેન્‍દ્રનગરની મોરબી બ્રાન્‍ચની કેનાલ જર્જરીત

પોપડા ઉખડવા લાગ્‍યા અને સળિયા પણ દેખાવા લાગ્‍યાઃ પીલોર પણ ફાટી ગયેલી હાલતમાં

(ફરુક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૦૨: સુરેન્‍દ્રનગર જિલ્‍લાની નર્મદાની કેનાલો અત્‍યંત જર્જરીત હાલતમાં બની ગઈ છે હાલના તબક્કામાં સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં નર્મદાની કેનાલો રીપેરીંગ માટે ની કવાયત શરૂ કરવા અંગેની નર્મદા વિભાગ દ્વારા જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની રીપેરીંગની કામગીરી શરૂ નથી હજુ નર્મદાની કેનાલોમાં પાણી છોડવાની પ્રક્રિયા પણ શરૂ છે ત્‍યારે બીજી તરફ સુરેન્‍દ્રનગર થી મોરબી સુધી પાણી પહોંચાડતી નર્મદાની મુખ્‍ય બ્રાન્‍ચની કેનાલ ઉપર જે પીલોર છે તેના પોપડા ઉખડવા લાગ્‍યા છે..

સળીયા પણ દેખાવા લાગ્‍યા છે અને કેનાલ ની હાલત ખૂબ અત્‍યંત જર્જરીત બની ગઈ છે ખાસ કરીને કેનાલ ઉપરથી પસાર થતાં બ્રીજોની પરિસ્‍થિતિ પણ ખરાબ હાલતમાં છે ખેડૂતો જ્‍યારે પોતાના મશીનરી મૂકવા જાય ત્‍યારે જર્જરિત કેનાલો ઉપર તેમના જીવનું જોખમ પણ વધી રહ્યું છે અને પોપડા કેનાલ માંથી સિમેન્‍ટના ઉખડી રહ્યા છે અને કોંક્રેટ છૂટું પડી જતું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.

એક તરફ રીપેરીંગ ના બહાને કરોડો રૂપિયાની ગ્રાન્‍ટો ફાળવવાની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્‍ડ લેવલ ઉપર કોઈ કામગીરી ન થતી હોવાનું સામે આવ્‍યું છે મોરબી બ્રાન્‍ચની મુખ્‍ય કેનાલ છે તેના ઉપર જ સળિયા દેખાવા લાગતા પીલોર પણ ખવાઈ ગયેલી હાલતમાં છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી છે

(11:19 AM IST)