News of Thursday, 2nd April 2026
પાટડીના પાટીદાર નેતાની ભાજપના કાર્યક્રમમાં ગેરહાજરીથી અચરજ
પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને દસાડા ધારાસભ્યને જીત અપાવનાર દિલીપ પટેલની ગેરહાજરીથી રાજકારણ ગરમાયુ : ભ્રષ્ટાચાર કરે કોઈ અને ભરે કોઈની સ્થિતિ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અત્યારથી જોવા મળી રહ્યો છે તેવામાં દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ ભાજપ ઙ્કમુખ દિલીપ પટેલની ગેરહાજરીથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે દિલીપ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી અનુભવી અને પાયાના કાર્યકર છે તેમની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાર્યક્રમમાં ગેરહાજરી અનેક ચર્ચાઓ જગાવી રહી છે મહત્વનું છે કે દસાડા વિધાનસભા સીટના ધારાસભ્ય પી.કે.પરમારને ટિકિટ અને જીત અપાવવામાં દિલીપ પટેલની મહત્વનું ભૂમિકા અદા કરી હતી ત્યારે હાલ પાટડી નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચારના વિવાદ બાદ દિલીપ પટેલ ઓચિંતા કાર્યક્રમમાં ગેર હાજર રહેતા ચર્ચાઓ જાગી છે પાટડી શહેરમાં બની બેઠેલા રાજકીય નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેથી ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘ સમયથી જોડાયેલ કાર્યકરોમાં અંદરખાને રોષ પણ હોય તેવી ચર્ચાઓ નગરમાં થઈ રહી છે ધારાસભ્ય પી.કે.પરમારની સાથે દરેક કાર્યક્રમ અને મુખ્યમંત્રી સુધી કોઈપણ રજૂઆત હોય ત્યારે સાથે રહેતા દિલીપ પટેલ અચાનક ગેરહાજર જોવા મળતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
