તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
દ્વારકા-આટકોટમાં સૂર્ય ફરતે વલય દેખાયુ
હવામાનમાં ફેરફાર અથવા વરસાદ આવવાના એંધાણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨: દ્વારકાધીશ જગત મંદિર ઉપર આકાશમાં સૂર્યનારાયણના કિરણો આસપાસ અલોૈકિક ચક્ર જોવા મળ્યું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન આવતા ભકતો આ અલોૈકીક આકાશી દ્વશ્યો જોઇ કેમેરા કેદ કર્યા હતા. (તસવીરઃ દિપેશ સામાણી-દ્વારકા) આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ માં આકાશમાં સુર્ય ફરતાં વલયો દેખાયાં વિજ્ઞાન માં સૂર્યની આસપાસ દેખાતા વલયો અથવા તેજસ્વી કુંડાળાને વૈજ્ઞાનિક ભાષામાં ‘હેલા'(Halo) અથવા‘સૂર્ય મંડળ' કહેવામાં આવે છે. આ એક અત્યંત સુંદર અને કુદરતી પ્રકાશીય ઘટના છે.
જ્યારે આકાશમાં ખૂબ ઊંચાઈ પર સીરસ (Cirrus) નામના વાદળો હોય, જેમાં બરફના નાના-નાના સ્ફટિકો (Ice Crystals) રહેલા હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ આ ષટ્કોણ આકારના બરફના સ્ફટિકોમાંથી પસાર થાય છે, ત્યારે પ્રકાશનું વક્રીભવન (Refraction) થાય છે અને સૂર્યની ફરતે ગોળ વલય રચાય છસૌથી સામાન્ય વલય ૨૨ ડિગ્રીનું હોય છે. આ વલય સૂર્યથી ચોક્કસ અંતરે દેખાય છે.
ઘણીવાર આ વલયમાં મેઘધનુષ જેવા રંગો પણ જોવા મળે છે, જેમાં અંદરની બાજુ લાલ રંગ અને બહારની બાજુ આછો વાદળી રંગ હોય છે.ધાર્મિક અને લોક માન્યતા ગુજરાતી લોકબોલીમાં તેને ‘સૂર્યએ કુંડાળું કર્યું' અથવા ‘સૂર્યએ ગઢ બાંધ્યો' એમ પણ કહેવામાં આવે છે જૂના જમાનામાં લોકો માનતા હતા કે આવું વલય દેખાય એટલે નજીકના સમયમાં વરસાદ આવવાની શકયતા છે. વૈજ્ઞાનિક રીતે પણ આ વાત થોડી સાચી છે, કારણ કે સીરસ વાદળો મોટાભાગે હવામાનમાં ફેરફાર અથવા વરસાદી સિસ્ટમ આવવાની પૂર્વસૂચના આપે છે. આવા વલયો દેખાતાં નજીક નાં દીવસોમાં વરસાદ પડશે તેવું અનુમાન લોકો લગાવી રહ્યા છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
