<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

જામનગરના રઘુવંશી સમાજે ઉજવ્‍યો ઈસ્‍ટદેવ ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્‍મોત્‍સવઃ રામનવમીના પારણાંની નાત માર્કેટીંગ યાર્ડ માર્ગ પર ઉભી કરાયેલી ‘અયોધ્‍યાનગરી'ની વિશાળ જગ્‍યા પર હજજારો રઘુવંશીઓએ જ્ઞાતિ સમૂહ ભોજનનો લાભ લઈ જ્ઞાતિગંગાના દર્શન કર્યા સારશ્વત બ્રાહ્મણો માટે માસ્‍તાન પણ યોજાયું

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ વર્ષોથી રામનવમીના પારણાં નિમિતે રઘુવંશી લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન રામચંદ્રજી પ્રાગ્‍ટય મહોત્‍સવ સમિતીના નેજા હેઠળ કરવામાં આવે છે. આ વર્ષે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન ગત શનિવારે માર્કેટ યાર્ડ માર્ગ પર‘આયોધ્‍યાનગરી'ની વિશાળ જગ્‍યા પર ભક્‍તિભાવપૂર્ણ વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે આયોજીત કરવામાં આવ્‍યું હતું. રામચંદ્રજીના જન્‍મોત્‍સવ પર્વ પછીના દિવસે લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન દાતા પરિવારોના સહયોગથી આ વર્ષે યોજાયું હતું. આ જ્ઞાતિ ગંગામાં ભાગ લેવા ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના હોદેદારોશ્રીઓ, હાલારના જુદા-જુદા મથકોના લોહાણા મહાજનના હોદેદારોશ્રીઓ તેમજ વિવિધ જ્ઞાતિ સંસ્‍થાના હોદેદારોશ્રીઓ અને જામનગર શહેરના જ્ઞાતિ આગેવાનો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં. લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનના કાર્યને સફળ બનાવવા માટે શ્રી રામચંદ્રજી પ્રાગ્‍ટય મહોત્‍સવ સમિતિના સ્‍થાપક સદસ્‍યો સવ જીતુભાઈ લાલ,  રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી,  મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા,  અનિલભાઈ ગોકાણી,  અતુલભાઈ પોપટ, નિલેશભાઈ ઠકરાર,  રાજુભાઈ મારફતીયા,  મધુભાઈ પાબારી,ભરતભાઈ કાનાબાર,  મનીષભાઈ તન્‍તાના માર્ગદર્શન મુજબ અન જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના સદસ્‍યો સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્‍યોમેશા લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢિયાના નેજા હેઠળ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્‍સવ સમિતિના સદસ્‍યો માધવ સુખપરિયા, અર્પવ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબિર વિઠલાણી, કર્તવ્‍ય સુચક, સુજલ ખાખરીયા, આદિત્‍ય મજીઠીયા, શ્‍યામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્‍યમ તન્ના, અંકિત મહેતાએ જહેમત ઉઠાવી હતી.

-

(12:17 PM IST)