News of Thursday, 2nd April 2026
ભાવનગરના વિક્ટોરીયા પાર્ક નજીક યુવકને છરી ના ઘા મારી યુવક-યુવતીને લૂંટી લેતા ખળભળાટ : ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો : અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન
બે લોકો મોઢે રુમાલ બાંધેલા અને હાથમાં છરી લઈને આવ્યા હતા અને કહ્યું કે જેટલા પૈસા હોય એટલા આપી દો અને બે મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ હતી : મારા ફિયાન્સે ધક્કો મારી દીધો, વીડિયો ચાલુ કરું છું તેમ કહ્યું તો મારા ફિયાન્સને છરી મારીને એનું વોલેટ લઈ ગયાં. મારું પર્સ અને મોબાઈલ લઈ ગયા : મંગેતરે આપવીતી કહી

ભાવનગર તા.૨ : જીલ્લામાં સતત અસમાજિક તત્વોનો આતંક વધ્યો છે. ત્યારે ભાવનગરના વિક્ટોરીયા પાર્ક નજીક યુવાનને છરી ના ઘા મારી યુવક-યુવતીને લૂંટી ખળભળાટ મચી ગયો છે. ગત રાત્રે બાઈક પર આવેલા શખ્સો યુવક અને યુવતીના પર્સ ઝૂંટવી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ઝપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માના મંદિર નજીક રહેતો મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગઈ રાત્રે 11 વાગ્યે તેની મંગેતર દિશા ડાભી સાથે બાઈક પર નીકળ્યો હતો. તે દરમિયાન શહેરના વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન કલબથી સાગવાડી જવાના રસ્તે વળાંકમાં બન્ને બાઈક પાર્ક કરીને વાતો કરવા ઉભા રહ્યા હતા. આ સમયે બાઇક પર સવાર બે ઈસમોએ આવી યુવકને છરી બતાવી હતી અને પાસે રહેલી ચીજવસ્તુઓની માંગણી કરી હતી. જોકે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં લૂંટારુઓ ઉશ્કેરાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં દોડી આવી
આ સમયે મારામારી થતાં પોલીસ લૂંટારુએ મનદિપસિંહને છરી મારી તેનું પાકીટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી લગભાગ 8 થી 10 હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત મનદિપસિંહને ગંભીર હાલતમાં ભાવનગર સર. ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવતીને પણ સમાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે ઘટનાની જાણ થતા નિલમબાગ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીની પૂછપરછ બાદ લૂંટારુઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે મંગેતર દિશાબેન અશોકભાઈ ડાભીએ કહ્યું કે હું અને મારો ફિયાન્સ ઘરેથી આવતાં હતા. અમારી બંને વચ્ચે થોડો ઝઘડો થયો હતો. અમે રોડ પર ચાલતાં ચાલતાં વાતો કરતાં હતા. ત્યારે બ્લેક પહેરેલું હતુ અને બે લોકો મોઢે રુમાલ બાંધેલા અને હાથમાં છરી લઈને આવ્યા હતા અને કહ્યું હતુ કે જેટલા પૈસા હોય એટલા આપી દો. મારા ફિયાન્સે કીધું, હા, હું આપું છું, ખમ બે મિનિટ, આપું છું. એ બે મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. અને મારા ફિયાન્સે ધક્કો મારી દીધો. મેં વીડિયો ચાલુ કરું છું, વીડિયો ચાલુ કરું છું, ત્યાં મારા ફિયાન્સને છરી મારીને એનું વોલેટ લઈ ગયાં. મારું પર્સ અને મોબાઈલ લઈ ગયા છે.
આ ઘટના સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. ગુજરાતમાં સુરક્ષાના દાવા કરવામાં આવે છે, જોકે ભાવનગરમાં કંઈ અલગ જ જમીની હકકીત બહાર આવી છે. આ ઘટનાનાએ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
