તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૬, સોમવાર
News of Thursday, 2nd April 2026
કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં પવનચક્કીઓમાં કેબલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
એલસીબી ટીમે બાતમીના આધારે નખત્રાણાના ટોડિયા ગામે 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં પવનચક્કીઓમાં કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પશ્ચિમ કચ્છ એલસીબી ટીમે કડક કાર્યવાહી કરી હતી. એલસીબી ટીમે બાતમીના આધારે નખત્રાણાના ટોડિયા ગામે મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અસગર ફકીરમામદ ભજાણીયા, આમદ હનીફ નોતિયાર, જકરીયા હાસમ સોતા, નવાબ દિના નોતિયાર અને સુલતાન મામદ કુંભારની ધરપકડ કરાઈ છે. વાહનો, કોપર કેબલ, ગ્રાઈન્ડર મશીન, પકડ અને લોખંડની કોસ મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 7 વધુ ગામોમાં પવનચક્કીઓમાં કેબલ ચોરીને અંજામ આપી ચુક્યા છે. આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં પાનેલી, દયાપર, જુણાચાય, મણકાવાંઢ, મોટા વાલ્કા, નાના વાલ્કા અને મેઘપર સહિતના ગામોની પવનચક્કીઓમાં કેબલ ચોરી કરી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
