<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો :નલિયા અને અબડાસામાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ

સાંજથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ :નલિયા શહેર સહિત અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના ગડગડાટ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ

કચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજથી અચાનક પલટો જોવા મળ્યો છે. પશ્ચિમ કચ્છના નલિયા અને અબડાસા વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ બીજી તરફ ખેતીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે.

પશ્ચિમ કચ્છમાં સાંજથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાવા લાગ્યું હતું. ત્યારબાદ નલિયા શહેર સહિત અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના ગડગડાટ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. માર્ચ-એપ્રિલના અંતિમ દિવસોમાં ઉનાળાની ગરમી વચ્ચે પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. પશ્ચિમ કચ્છના રણ વિસ્તાર અને દરિયાકાંઠાના ગામોમાં પણ પવનની ગતિમાં વધારો થયો છે.

 

(12:14 AM IST)