News of Friday, 3rd April 2026
કચ્છમાં સતત બીજે દિ' વરસાદી માહોલઃ મુન્દ્રા અને ભચાઉમાં જોરદાર વરસાદ
ગઈકાલે સાંજે ખાવડા, અબડાસા અને લખપતમાં પવન સાથે વરસાદી ઝાપટા, ખેડૂતો માટે મુશ્કેલી ખેતીને મોટું નુકસાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩: ભારે ગરમી વચ્ચે ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય એમ ગઈકાલ સાંજથી જ સમગ્ર કચ્છમાં ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ છે. હવામાનના પલટા સાથે આજે સવારે મુન્દ્રા અને ભચાઉ પંથકમાં છુટા છવાયા ઝાપટા સ્વરૂપે જોરદાર વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી વહી નીકળ્યા હતા. ગઈકાલે અબડાસા, લખપત અને ખાવડા પંથકમાં જોરદાર ઝાપટાં સાથે પવન ફૂંકાયો હતો. આજે પણ વરસાદની આગાહી છે. લોકોને ભલે આ કમોસમી વરસાદથી ગરમીમાં રાહત થઈ હોય પણ ખેતીને ભારે નુકસાન થતાં ખેડૂતો માટે આ માવઠાએ કફોડી હાલત સર્જી છે. ગ્લોબલ ર્વોમિંગની અસર તળે હવામાન પલટાતાં ખેડૂતો માટે સતત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
