News of Friday, 3rd April 2026
મેંદરડામાં મકાનના કબાટમાં ૩.૧૭ લાખના સોનાના કડાની ચોરી
દંપતી ફરવા ગયું હતું અને તસ્કરો હાથફેરો કરી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૩: મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા અને વેપારી પરાગભાઈ જેઠાલાલ ચંદેની ફરિયાદ અનુસાર ગત તારીખ ૧૫ માર્ચના રોજ તેઓ પત્ની સાથે આઉટ સ્ટેટ ફરવા ગયા હતા. જ્યારે તેના માતા પિતા ઘરે હતા.
૨૯ માર્ચના રોજ રાત્રિના ફરીને પરત આવ્યા હતા. જ્યારે ૧લી એપ્રિલના રોજ સાંજે ઘરના હોલમાં રાખેલા લાકડાના કબાટનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. કબાટમાં તપાસ કરતા અંદર રાખેલું રૂપિયા ૩,૧૭,૬૪૪ની કિંમતના ૩૯.૯૦૦ ગ્રામ વજનના સોનાના કડા ગાયબ હતા. તેઓ જ્યારે ફરવા ગયા ત્યારે સોનાના અન્ય દાગીના સાથે આ કડા પણ કબાટમાં સુરક્ષિત રાખ્યા હતા.
તસ્કરોએ માત્ર સોનાના કડાની તા.૧૫/૦૩/૨૦૨૬ થી ૦૧/૦૪/૨૦૨૬ દરમિયાન ચોરી કર્યાની ફરિયાદ વેપારીએ ગુરુવારે કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
