<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

બરડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદઃ પોરબંદરમાં ઝાપટું

ભેટકડી, અડવાણા, સોઢ઼ાણા, ફટાણા, ખીસ્ત્રી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં મગ, અડદ, તલના ઉનાળુ પાકને લઇને ખેડુતોની કફોડી હાલત

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩ : બરડા પંથકમાં ગઇકાલે રાત્રીના ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તુટી પડયો હતો. પોરબંદરમાં ગઇકાલે માવઠા બાદ આજે સવારે ઝાપટુ વરસી ગયું હતું.

બરડા પંથકમાં ગઇકાલે રાત્રીના ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ  તુટી પડયો હતો. આ અણધાર્યા વરસાદને લીધે બરડાના ભેટકડી, અડવાણા, સોઢાણા, ફટાણા, ખીષાી ગામ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ખેડુતોએ વાવેતર કરેલ મગ, તલ, અડદ, ચોળી જેવા પાકને લઇને ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે. કમોસમી વરસાદને લીધે બરડા વિસ્‍તારના ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે.

પોરબંદર શહેરમાં ગઇકાલે માવઠા બાદ આજે સવારે ઝાપટુ વરસી ગયું હતું. પોરબંદર શહેર તથા જિલલમાં બે દિવસથી વાદળીયુ હવામાન છે.

ગઇકાલે પોરબંદર શહેરમાં માવઠા  સાથે ભારે પવન ફુંકાયો હતો. જેને લીધે અમલાણી કોમ્‍પલેક્ષ ઉપરનો મોબાઇલ ટાવર તુટી પડયો હતો.

જયુબેલી પુલ ઉપર બેરીકેટસ ભારે પવનમાં પડી જતા ર વ્‍યકિતઓને ઇજા થઇ હતી.

(11:17 AM IST)