<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

પોરબંદર બાલા હનુમાન ગૃપ મેગા રકતદાન કેમ્‍પના આયોજનને બિરદાવતા જગદીશભાઇ વિશ્વકર્મા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: હનુમાન જયંતીએ બાલા હનુમાન ગૃપ દ્વારા આયોજીત વંદના મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્‍થિત રહીને ગૃપ દ્વારા યોજાયેલા મેગા રકતદાન કેમ્‍પના આયોજનને બિરદાવેલ હતું.

બાલા હનુમાન ગળપ દ્રારા આયોજીત બાલા હનુમાન મહોત્‍સવમા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદિશ વિશ્વકર્મા  ઉપસ્‍થતિ રહ્યા હતા અને બાલા હનુમાનજીના દર્શન્‌ કર્યા હતા અને સ્‍ટેજ પરથી જયશ્રી રામના નારા લગાવ્‍યા હતા. સુદામાનગરી પોરબંદરમા હનુમાનજીના જન્‍મોત્‍સવની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી.

સુદામચોક ખાતે આવેલ બાલા હનુમાજી મંદિર ખાતે હનુમાન જન્‍મોત્‍સવને લઇ બાલા હનુમાન મહોત્‍સવનુ  આયોજન કરવામા આવ્‍યુ આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદિશ વિશ્વકર્મા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમણે બાલા હનુમાનના દર્શન કર્યા હતા ત્‍યાર બાદ બાળકો માટે આયોજીત વેષભુષાના કાર્યક્રમમા હાજરી આપી અને સ્‍ટેજ પરથી તેમણે જયશ્રી રામના નારા લગાવ્‍યા હતા અને સેનાના ઓપરેશન સિંદુર અંગે બાળકોને સવાલો પૂછયા હતા જગદિશ વિશ્વકર્માએ બાલા હનુમાન ગળપ દ્રારા તૈયાર કરવામા આવેલા ૮૦ હજાર લાડુના પ્રસાદનુ વિતરણ કર્યુ હતુ.

હનુમાનજીના જન્‍મોત્‍સવ પ્રસંગે આયોજીત મહારકતદાન કેમ્‍પમા રેકોર્ડબ્રેક બોટલ રકત એકત્રીત કરવાની સેવાને બિરદાવી આયોજન અને જાણીતા ઉદ્યોગપતિ કેતન ગજજરને અભિનંદન પાઠવ્‍યા હતા.

(11:53 AM IST)