<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ધુનડામાં ભાવેશ્વર મહાદેવ મંદિરે પાટોત્‍સવ નિમિતે સંત મિલન અને હાસ્‍યરસનો કાર્યક્રમ યોજાયો

 

જુનાગઢ : જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરણ ધામ આશ્રમ ખાતે પૂ. જેન્‍તીરામ  બાપાના સાનિધ્‍યમાં ભાવેશ્વર મહાદેવ મંદિરના દ્વિતીય પાટોત્‍સવની પૂર્વ સંધ્‍યાએ મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરાદાસબાપુ હાસ્‍ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિતના ઉપસ્‍થિતીમાં પૂ. જેન્‍તિરામબાપાનો સત્‍સંગ તથા જીતુભાઇનો હાસ્‍યરસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂ. બાપાનું સુખરામદાસબાપુ તથા જીતુભાઇએ સાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું. અને ભાવેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ત્‍યારે રસીકભાઇ મહીધરીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:55 AM IST)