News of Friday, 3rd April 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ :ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી
ખેતરમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઇ: કમોસમી વરસાદના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત

દેવભૂમિ દ્વારકા : હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ખેતરમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જો કે કમોસમી વરસાદના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
