<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ગીર સોમનાથના વેરાવળમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે બે કલાકમાં એક ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો

ડાભોર, તાતીવેલા, ચમોડા, ડારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગય

ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી ગયું, સાથે વીજળીના કડાકા અને ગાજવીજનો પણ ભડાકો જોવા મળ્યો. ભારે વરસાદને પગલે વેરાવળનું વાતાવરણ બેહાલ બની ગયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

ડાભોર, તાતીવેલા, ચમોડા, ડારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારે શાકભાજીની હરાજી માટે બહાર નીકળેલા ખેડૂતોનો સંકટ વધુ વધી ગયો છે. ખાસ કરીને ધોધમાર વરસાદને કારણે શાકભાજી પાણીમાં ગરક થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ખેતરોમાં વાવેલા બાજરી, તલ, લસણ, ડુંગળી અને મગ જેવા પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. વેરાવળમાં પરોઢે વાતાવરણમાં એકાએક પલટો આવતા, સતત 20 મિનિટ સુધી ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવવાથી લોકોએ મુશ્કેલી અનુભવી હતી. શાકભાજીની હરાજીમાં જતા ખેડૂતોની હાલત કફોડી બની, જ્યારે સટ્ટાબજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નાના વરસાદમાં જ જાણે ચોમાસું જામ્યું હોય તેમ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષનો માહોલ પણ જોવા મળ્યો.

 

(1:10 PM IST)