News of Friday, 3rd April 2026
ધોરાજીમાં રખડતાં ઢોરના આતંક યથાવત : ગેલેક્સી ચોક વિસ્તારમાં બે આખલાઓ જાહેર રસ્તા પર આમને-સામને
આખલાઓ વચ્ચે થયેલા અથડામણને કારણે વાહનચાલકોએ તાત્કાલિક બ્રેક મારવી પડી અને રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રખડતાં ઢોરના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગેલેક્સી ચોક વિસ્તારમાં બે આખલાઓ જાહેર રસ્તા પર આમને-સામને આવી બાથ ભીડી જતા અચાનક યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. આખલાઓ વચ્ચે થયેલા આ અથડામણને કારણે વાહનચાલકોએ તાત્કાલિક બ્રેક મારવી પડી અને રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ. ઘટનાને પગલે રાહદારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી નગરપાલિકા દ્વારા રખડતાં ઢોર મુદ્દે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
