<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અમરેલી જિલ્લામાં પરવાનેદાર હથિયારધારકોને તેમના હથિયાર 7 દિવસમાં પોલીસ સ્ટેશને જમા કરાવવા આદેશ

કલેકટરના આદેશ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટેશન અધિકારીઓને સૂચના આપી

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ સક્રિય થયું છે. જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે ચૂંટણી અંતગર્ત પરવાનેદાર હથિયારો જમા કરવા આદેશ આપ્યો છે. 7 દિવસમાં તમામ હથિયાર ધારકોને પોલીસ સ્ટેશનમાં જમા કરવા આદેશ આપ્યો છે  મતદાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજવા કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રક્રિયા હાથ ધરી છે કલેકટરના આદેશ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટેશન અધિકારીઓને સૂચના આપી છે . હથિયાર પરવાનેદારો હથિયાર જમા કરવા હુકમ ભંગ થશે તો કાર્યવાહી થશે. જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ દરેક તાલુકા મથક ઉપર ચૂંટણી દરમ્યાન સતત મોનીટરીંગ કરશે.

(6:45 PM IST)