<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ભાવનગરના સિહોર પંથકના વાતાવરણમાં પલટો : કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડ્યો

વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક ભેળવી દીધી:લોકોએ આ મૌસમના પલટાનો આનંદ માણ્યો :વાહનચાલકો અને રાહદારીઓને અચાનક વરસાદથી દોડધામ

ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી. ભરઉનાળે આવેલા આ કમોસમી વરસાદને કારણે સિહોરવાસીઓને ગરમીથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સિહોર પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બપોર બાદ અચાનક આખું આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું હતું અને મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. માર્ચ-એપ્રિલની ગરમીમાં અચાનક પડેલા આ વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક ભેળવી દીધી છે. લોકોએ આ મૌસમના પલટાનો આનંદ માણ્યો હતો, જોકે વાહનચાલકો અને રાહદારીઓએ અચાનક વરસાદથી દોડધામ કરવી પડી હતી.

(7:34 PM IST)