News of Saturday, 4th April 2026
માધવપુરના મેળામાં જૂનાગઢના બારોટ દંપતીએ લોકસંગીતની જમાવી રંગત

જુનાગઢ તા. ૪ :.. માધવપુરના મેળામાં જૂનાગઢના કલાકાર દંપતીએ પોતાના મધુર કંઠથી લોકસંગીતની અદ્વુત હેલી રેલાવી હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
ભગવાન શ્રીકળષ્ણ અને રૂકમણીજીના લગ્ન માધવપુરમાં થયા હોવાની પૌરાણિક માન્યતાને પગલે દર વર્ષે અહીં પાંચ દિવસીય ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સરકાર અને ટુરિઝમ વિભાગ, ગાંધીનગર દ્વારા આ મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે વિવિધ રાજ્યોના લોક કલાકારોના સાંસ્કળતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
કળષ્ણ-રૂકમણી વિવાહના પાવન અવસરે, સાંજે ૬ કલાકે જૂનાગઢના ખ્યાતનામ કલાકાર દંપતી શ્રી ગુણવંત બારોટ અને શ્રીમતી રેખાબેન બારોટ દ્વારાકાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
આ દંપતીએ ગુજરાતી લોકસાહિત્ય, ભજન અને લોકગીતો દ્વારા ઉપસ્થિત હજારોની જનમેદનીને ડોલાવી હતી.
જેમાં ગુજરાતી લોકસંગીતના વારસાને પોતાના મધુર અવાજથી વિશ્વફલક પર ગુંજતું રાખવા બદલ આ દંપતીની કલા સાધનાને સૌએ બિરદાવી હતી.
ત્યારે આ પ્રસંગે કલાકાર ગુણવંત બારોટે જણાવ્યું હતું કે, માધવપુરનો મેળો એ માત્ર મનોરંજન નથી, પરંતુ દેશના જુદા જુદા પ્રદેશોના સાંસ્કળતિક વારસાને એક મંચ પર લાવવાનું સુંદર માધ્યમ છે. લોકકલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર અને ટુરિઝમ વિભાગ દ્વારા જે આયોજન કરવામાં આવે છે તે ખરેખર પ્રશંસનીય છે.
ભારતની વિવિધતામાં એકતાના પ્રતીક સમાન આ મેળામાં જૂનાગઢના આ કલાકારોએ પોતાની કલા દ્વારા ગુજરાતનું નામ રોશન કર્યું છે, જે બદલ તેમને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
