News of Saturday, 4th April 2026
જેતપુર નજીક હાઈવે પર અકસ્માતે ઘવાયેલા વૃદ્ધે ૨૫ દિવસે દમ તોડ્યો
જેતપુર માર્કેટિંગ યાર્ડ પાસે કારની ઠોકરે ચડેલા નવાગઢના બાબુભાઈ સાવલીયાનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત

રાજકોટ, તા., ૪: જેતપુર-જૂનાગઢ નેશનલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાસે ગત ૧૦મી માર્ચના રોજ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વળદ્ધનું લાંબી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે. અજાણ્યા કાર ચાલકની ઠોકરે ચડેલા વળદ્ધે રાજકોટ સિવિલ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લેતા સાવલીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરના નવાગઢ ગામે રહેતા બાબુભાઈ કડવાભાઈ સાવલીયા (ઉ.વ. ૭૩) ગત તારીખ ૧૦ માર્ચના રોજ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન જેતપુર-જૂનાગઢ રોડ પર જલારામ મંદિર અને માર્કેટિંગ યાર્ડની વચ્ચેના ભાગમાં એક પૂરપાટ ઝડપે આવતી અજાણ્યા કારે તેમના બાઈકને જોરદાર હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાબુભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વળધ્ધને જેતપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ દમ તોડી દીધો હતો.
બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર સિટી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો રાજકોટ દોડી આવ્યો હતો. પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.(૪.૯)
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
