<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઉપલેટાના દલાલ સાથે ૩૪.ર૦ લાખની છેતરપીંડી : ચણા ખરીદી રૂપીયા ન આપ્‍યા

ગોંડલના હસમુખ મુંગરા (હિર એન્‍ટરપ્રાઇઝ) એ ચણા ખરીદી રૂપીયા ન આપી ગોડાઉન અને ફોન બંધ કરી દીધો

રાજકોટ, તા., ૪ : ઉપલેટાના દલાલ મારફત ૪૪.ર૦ લાખના ચણાની ખરીદી કર્યા બાદ રૂપીયા ન આપતા ગોંડલના શખ્‍સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ઉપલેટા-કોલકી  રોડ ઉપર રોયલ પાર્ક ખાતે વિપુલ બ્રોકર્સના નામે પેઢી ધરાવતા વિપુલભાઇ જેન્‍તીલાલ રાયચુરા રહે. ઉપલેટા, જવાહર સોસાયટી, પોરબંદર રોડ એ આરોપી હસમુખ જીવરાજભાઇ મુંગરા (હિર એન્‍ટરપ્રાઇઝ) સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ  ગઈ તા. ૨૦/૦૨/૨૦૨૧ ના રોજ હું મારી પેઢીએ હતો ત્‍યારે મને મારો ફોન માં ચેત્ર અજાણ્‍યા નંબર- ૨૭૪૦ ૧૧૧૭૨ માથી ફોન આવેલ અને મને કહેલ કે હું હીર એન્‍ટર પ્રાઈઝમાંથી હસમુખભાઈ મુંગરા ખોલું છું અને મારે ગોંડલ ખાતે ગુંદાળા રોડ ઉપર ગોડાઉન આવેલ છે અને મારે ઘણાની ખરીદી કરવી છે. જેથી મે કહેલ કે યુ તમને ઓળખતો નથી તમે ઓળખાણ આપી તો અમે વેપાર કરીએ તેમ વાત કરેલ બાદ બિજા દિવસે તા. -૨૧/૦૨/૨૦ ૨૬ ના રોજ આ હસમુખભાઈ પોતાની ફોર હીબર થઈ મારી ઉપલેટા ખાતે આવેલ વિપુલ બ્રોકર્સમાં આવેલ હતા .

હુ ંબીજા વેપારીઓ સાથે વાત કરાવું તેવું કહી તેણે મને વિસાવદરનાં મુરલીધર ટ્રેડીંગ વાળા બાબુભાઈ હપાણીને ફોન કરી તેની સાથે વાત કરાવી હતી. જેમા આ બાબુભાઈએ મને કહેલ કે આ હસમુખભાઈને ઓળખું છું અને અમે પહેલા તેની સાથે વેપાર કરેલ છે.  ત્‍યાર બાદ બીજા દિવસે તા.૨૩/૦૨/૨૦૨૬ ના રોજ આ હસ મુખભાઈનો મને ફોન આવેલ અને કહેલ કે ૧૦૦ કિલોના ભાવ રૂ.- પ૩૫૦ હોય તેવા ચણાની ખરીદી કરવા છે. અને તે ની ડિલીવરી ગોંડલ કરવાની છે. કોઈ હોય તો કેજો, જેથી મે શ્રીરાંદલ એન્‍ટરપ્રાઈઝ- હડાળા તા. બગસરાવાળાનાં ૧૨ ટન ચણા જેની કીંમત આશરે રૂ.- ૬,૦૦,૦૦૦/- નાં પણ અમારા મારફતે હીર એન્‍ટર પ્રાઇઝ ગોંડલને વેચ્‍યા હતા. તા.૨૪/૦૨/૨૦૧૧ ના રોજ   મે રવી રાંદલ, એન્‍ટરપ્રાઇઝ- હડાળા તા. બગસરાવાળાના ૦૮ ટન ચણા જેની કિંમત આશરે રૂ. ૪,૨૫,૦૦૦/ નાં શ્રી રામ ટ્રેડીંગ બગસરા વાળાનાં ૧૩ ટન ચણા જેની કિંમત આશરે રૂ.-૬,૯૦,૦૦૦/- નાં  શ્રી રાંદલ એન્‍ટરપ્રાઈઝ -હડાળા તા. બગસરાવાળાનાં ૦૮ ટન ચણા જેનિ કિંમત આશરે રૂ.-૪,૨૫,૦૦૦/- એસ પ્રોટીન્‍સ - માખીયાળા તા. જી.-જુનાગઢ વાળાની ૧૨ ટન ચણા જેની કિંમત આશરે રૂ.-૧,૦૦,૦૦૦/- ની અવીરા ટ્રેડીંગ વિસાવદર વાળાના આશરે ૧૫ ટન ચણા જેની કિંમત આશરે રૂ.-૧,૮૦,૦૦૦/- ના ચણા અમારા મારફતે હીર એન્‍ટર પ્રાઈઝ ગોડલને વેચ્‍યા હતા, અને હસમુખભાઇ મુંગરાએ મને વિશ્વાસ આપેલ હતો કે હું તમને છ દિવસમાં બધુ પેમેન્‍ટ આપી દઇશ. ત્‍યાર બાદ ફરીયાદીએ  હસમુખભાઇને છ દિવસ પછી ફોન કરેલ તો તેણે કહેલ કે  હું એક-બે દિવસમાં પેમેન્‍ટ કરાવું  છું. બાદ તેનો ફોન બંધ આવતા હું તથા ઉપરોક્‍ત વેપારીઓ ગોંડલ રૂબરૂ ગયેલ અને ત્‍યા તપાસ કરતા હીર એન્‍ટર પ્રાઈઝનું બંધ ગોડાઉન જોવા મળેલ અને આ હસમુખ ભાઈ મુંગરાનો ફોન પણ બંધ આવતી હતી. તે આ હસમુખભાઈએ મને પોતે દલાલ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈને મારી પાસેથી આશરે :- ૩૪.૨૦,૦૦૦/- ના ચણા ખરીદી કરીને આ ચણાના પૈસા પણ મને આપેલ નથી અને માસ ચણા પણ મને આપેલ  નથી.  આ ફરીયાદ અન્‍વયે ઉપલેટા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(12:06 PM IST)