News of Saturday, 4th April 2026
જુનાગઢમાં અતિથ્ય સત્કાર માટે ‘એનરાઇઝ બાય સયાજી'નો પ્રારંભ
જુનાગઢમાં વન્યજીવન, યાત્રાધામ અને વારસાગત પર્યટનના દુર્લભ સંગમમા આવતા પ્રવાસીઓને સુવિધા મળશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૪: સયાજી હોટેલ્સે જૂનાગઢમાં એનરાઇઝ બાચ સયાજીના લોન્ચની જાહેરાત કરી છે, જે સાંસ્કળતિક રીતે સમળદ્ધ સૌરાષ્ટ્ર પ્રદેશમાં તેની શરૂઆત છે. ભેંસાણ રોડ પર સ્થિત, ૨૪ રૂમની પ્રોપર્ટી ગ્રુપના વધતા જતા એનરાઇઝ પોર્ટફોલિયોને વિસ્તળત કરે છે અને પ્રવાસીઓને ગુજરાતના સૌથી ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સ્થળોમાંના એકને જાણવા અને માણવા માટે એક આરામદાયક, સારી રીતે જોડાયેલ આધાર પ્રદાન કરે છે.
ગુજરાતના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત કુદરતી અને આધ્યાત્મિક સ્થળોના પ્રવેશદ્રાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને હિન્દુઓ અને જેનો બંને દ્વારા પૂજવામાં આવે છે તે ગરવો ગઢ ગિરનાર મેદાનોમાંથી સુંદર દ્રશ્યો તરીકે ઉભરી આવે છે અને અહીં સેંકડો મંદિરોની પાવન ભૂમિ છે, જ્યાં હજારો પગથિયાં ચઢીને પહોંચી શકાય છે. આ વચ્ચે, આશરે ૮૦ કિમી દૂર એશિયાઈ સિંહનું છેલ્લું કુદરતી નિવાસસ્થાન ગિર નેશનલ પાર્ક આવેલ છે. આ તમામ અનુભવો સાથે મળીને જૂનાગઢને વન્યજીવન, યાત્રાધામ અને વારસાગત પર્યટનનો એક દુર્લભ સંગમ બનાવે છે.
હોટલના ૫૨ કવરવાળી મલ્ટી-કયુઝીન રેસ્ટોરન્ટ, મોમેન્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે તેના ઇમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોલનો સમાવેશ થાય છે. જે થિયેટર-સ્ટાઈલના સેટઅપમાં ૩૦૦ મહેમાનોને સમાવી શકે તેવો ૪,૦૦૦ ચોરસ ફૂટનો બેન્કવેટ હોલ છે. આઉટડોર સેલિબ્રેશન માટે, ૧૫,૫૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલ વિશાળ વળંદાવન લોન ૫૦૦ મહેમાનોને સમાવી શકે છે, જે તેને લગ્ન, સામાજિક મેળાવડા અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે આદર્શ બનાવે છે.
આ હોટેલ જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ૧૫ કિમી, કેશોદ એરપોર્ટથી ૫૫ કિમી અને રાજકોટ એરપોર્ટથી ૧૩૦ કિમી દૂર સ્થિત છે, જે હરવા-કરવા ઇચ્છુક અને બિઝનેસ એમ બન્ને પ્રકારના ટ્રાવેલર્સ સહજ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.
એનરાઇઝ બાય સયાજી, જુનાગઢના માલિક ભરત શિંગાળાએ જણાવ્યું, જુનાગઢ એક વિશાળ સાંસ્કળતિક અને કુદરતી મહત્વ ધરાવતું સ્થળ છે. છતાં પણ અહીં ક્વાલિટી સ્ટે એક્સપિરીયસ મર્યાદિત રહ્યા છે. એનરાઇઝ બાય સયાજી સાથે, અમારું લક્ષ્ય પ્રવાસીઓને એવી જગ્યા પ્રદાન કરવાનું છે, જે ?દેશની સમળદ્ધિને પૂરંક બનાવવાની સાથે સાથે બ્રાન્ડ જે આરામ અને સુસંગતતા માટે જાણીતી છે તેની રજૂઆત કરવાની છે.
સયાજી હોટેલ્સના એસોસિયેટ જનરલ મેનેજર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું, એનરાઇઝ બ્રાન્ડ આધુનિક, જિનાસુ પ્રવાસીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે, અને જૂનાગઢ, તેના વન્યજીવન, યાત્રાધામ માર્ગો અને ઐતિહાસિક સ્થળો સાથે, એક આદર્શ સ્થળ છે. આ લોન્ચ ગુજરાતમાં અમારી ઉપસ્થિતિને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું પણ દર્શાવે છે, જે અમારી વિકાસ યાત્રામાં એક મુખ્ય બજાર છે.
સમર ટ્રાવેલ સિઝન નજીક આવી રહી છે. ત્યારે એનરાઇઝ બાય સયાજી, જૂનાગઢ આ પ્રદેશને જાણવા અને માણવા ઇચ્છતા પરિવારો અને લેઝર ટ્રાવેલર્સ માટે પસંદગીનું સ્થળ બનવા માટે એકદમ યોગ્ય સ્થળ છે. તેની વિશાળ વિલા-સ્ટાઇલની રહેબણ સુવિધાઓ અને મુખ્ય આકર્ષણોની નિકટતા તેને ખાસ કરીને તેમના રોકાણ દરમિયાન આરામ અને સુવિધા બંને ઇચ્છતા લોકો માટે યોગ્ય બનાવે છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
