<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઇસુદાન ગઢવી જેને બચાવવા પોલીસ સ્ટેશને ઉગ્ર રજુઆત કરી તેની બિહારમાં ૩ ગુન્હામાં સંડોવણી

દિપકસિંહ સામે મારામારી ફાયરીંગ, છેડતી સહિતના ગુન્હા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૪ઃ ખંભાળીયામાં આમ આદમી પાર્ટીના ઍક કહેવાતા કાર્યકર પર પોલીસે ખોટી કલમો લગાવીને પકડેલો હોય તેને બચાવવા પોલીસ સ્ટેશને જતા આમ આદમી પાર્ટીના રાજય પ્રમુખ ઇશુદાન ગઢવીઍ કરેલ બબાલમાં તેમના સહિત ૧૮ કાર્યકરોની ધરપકડનો મુદ્દો સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે ખંભાળીયા પોલીસની ઉંડી તપાસમાં જેમને બચાવવા ઇશુદાને આ દેકારો બોલાવેલ તે વ્યકિત તો બિહારમાં ત્રણ ગુનામાં સંડોવાયેલ હિસ્ટ્રીશીટર નિકળ્યો.
પુર્વ પીઆઇ તથા ઍલસીબીના ઇન્ચાર્જ પીઆઇ નિકુંજ જાશી દ્વારા તપાસમાં દીપકસિંહ નામના આરોપી કે જેને ખંભાળીયામાં બે શખ્સો સામે બોલાચાલી થતા માર મારી સોનાના ચેનની લુંટ કર્યાની ફરીયાદ થઇ હતી તે વ્યકિત સામે બિહારમાં રાયોટીંગ ટોળા સાથે મારામારી કરવી હથીયાર ફાયરીંગ કરવુ તથા છેડતી સહિતના ગુનાઅો નોîધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ભારે ચર્ચા જાગેલ હતી.
આવા વ્યકિતને બચાવવા આપ પાર્ટીના રાજય પ્રમુખે આખુ પોલીસ સ્ટેશન માથે લીધું હતું? કે તેમને પણ ખબર ન હતી.

(1:16 PM IST)