News of Saturday, 4th April 2026
લાલપુરના ખીરાસરા ગામે ડાર્યવર્ઝન કાઢવા બાબતે માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: લાલપુર પોલીસ સ્ટેશનમાં અશ્વિનકુમાર નાથાલાલ લાઠીયા, ઉ.વ.૪૪, રે. ખીરસરા ગામ, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અશ્વિનકુમાર ખીરસરા ગામ પંચાયતના સભ્ય હોય અને ખીરસરા ગામના મહાદેવના મંદિર પાસે આવેલ નદીના કાંઠે જાહેર રોડ ઉપર પુલનું કામ ચાલુ કરવાનું હોય જેનું ડાયવર્ઝન કાઢવાનું હોય જેથી ફરીયાદી અશ્વિનકુમાર ત્યાં ગયેલ હતા અને આ આરોપી આશીફખાન ઉર્ફે ટીનો દિલાવરખાન જરવાર ને આ ડાયવર્ઝન કાઢવા દેવુ ન હોય અને પુલનું કામ થવા દેવું ન હોય જેથી આરોપી આશીફખાન એ લાકડાના ધોકા વડે ફરીયાદી અશ્વિનકુમારને માથાના ભાગે બે ઘા મારી ઈજા પહોંચાડી તથા ફરીયાદી અશ્વિનકુમારને ગાળો બોલી અને ઘા મારી ઈજા પહોંચાડી તથા ફરીયાદી અશ્વિનકુમારને ગાળો બોલી અને જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
જુની અદાવતનો ખાર રાખી માર માર્યો
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જયશ્રીબેન જગદીશભાઈ ગોરી, ઉ.વ.૪૪, રે. દિ.પ્લોટ ૪૯, હનુમાન ટેકરી ગરબી ચોક, જલેશ્વરી વસ્તુભંડાર પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જયશ્રીબેનના દિકરાને આરોપી મકુલકુમારસિંહ ઉર્ફે ગૌતમસિંહ ઉમેશસિંહ કાકનના પત્ની સાથે શેરીના કુતરા બાબતે ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપી મુકુલકુમાર ઉર્ફે ગૌતમસિંહ ઉમેશસિંહ કાકન એ ફરીયાદી જયશ્રીબેનના ઘરે જઈ આપ્રવેશ કરી ગાળો આપી ફરીયાદી જયશ્રીબેન તથા તેના દિકરા સાથે જપાજપી કરી ફરીયાદી જયશ્રીબેનને ધકો મારી દિવાલ સાથે ભટકાડી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
સટ્ટો રમતો ઝડપાયો
અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, મોહનનગરના ઢાળીયા પાસે આરોપી જીગરભાઈ રાજેશભાઈ કાલાવડીયા એ પોતાના મોબાઈલમાં આવેલ ડીમોનેકચેન્જ૯૯ નામની આઈ.ડી. પર ભારતમાં ચાલતી ઈન્ડીયન પ્રીમીયમ લીગ ર૦-ર૦ ની ચેન્નાઈ સુપરકીંગ વિ. પંજાબ કિંગ્સ ના ક્રિકેટ મેચના હારજીત વિગેરે સોદાઓ પાડી જુગાર રમી રમતા મળી આવતા રેઈડ દરમ્યાન મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.પ,૦૦૦/- સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
સમાણા ગામે બોટલ સાથે ઝડપાયો
શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. વરજાંગભાઈ કાનાભાઈ કટરા એ ફરીયાદ નોંધાવી છે કે, સમાણા ગામ બસ સ્ટેન્ડ પાસે આરોપી ચીરાગભાઈ ઉર્ફે કમો ભુપેન્દ્રભાઈ સીસાગીયા દારૂની બોટલ નંગ-૧, કિમંત રૂ.૧૯૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
જામવાડી ગામે જુગાર રમતા
છ ઝડપાયા
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. સુરેશભાઈ રામજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જામવાડી ગામની પાટી સીમ રાજેશભાઈ મોહનભાઈ કણસાગરાની વાડીમાં આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ મોહનભાઈ કણસાગરા, શાંતીલાલ મોહનભાઈ ભાણવડીયા, હિરેનભાઈ ઉર્ફે બોદુ પ્રવિણભાઈ બોડા, અરજણભાઈ ઉર્ફે મધાભાઈ કાનાભાઈ બાલશ, દિનેશભાઈ લીલાભાઈ સગારકા, બાલુભાઈ રાજશીભાઈ ખુંટી હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૬,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬, કિંમત રૂ.૩૬,૦૦૦/- તથા મોટરસાયકલ નંગ-૪, કિંમત રૂ.૭પ,૦૦૦/- મળી કુલ રૂ.૧,૮૭,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
