<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

જામનગર કોર્પોરેશનના ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્‍સ પ્રક્રિયાઃ દાવેદારો ઉમટયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અન્‍વયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સેન્‍સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. આ તબ્‍બકે બે ઝોનમાં સેન્‍સ પ્રકિયા રાખવામાં આવેલ હતી, જેમાં ૧ થી ૮ ફ્રેન્‍ડ્‍સ હોલ ખાતે નિરીક્ષકો કેશવલાલ પટેલ (કેશુભાઈ), ધારાસભ્‍ય, ૨. ભૂષણભાઈ ભટ્ટ (પૂર્વ ધારાસભ્‍યશ્રી, પૂર્વ શહેર, મહમંત્રીશ્રી - કર્ણાવતી), ૩. તેજલબેન નાયી (પ્રદેશ કારોબારી સભ્‍યશ્રી, પૂર્વ દંડકશ્રી, ગાંધીનગર). એ દાવેદારોને સાંભળવામાં આવેલ. જેમાં વોર્ડ ૧  - ૨૫, વોર્ડ ૨  - ૨૮, વોર્ડ ૩. - ૪૭, વોર્ડ ૪. - ૨૭, વોર્ડ ૫  - ૩૪, વોર્ડ ૬. - ૨૫, વોર્ડ ૭  - ૪૮, વોર્ડ ૮  - ૪૩ માં દાવેદારો એ દાવેદારી કરેલ ૯ થી ૧૬ - શહેર ભાજપ કાર્યાલય, પ્રદેશ નિરીક્ષકશ્રીઓ  - ૧. અમિતભાઇ ઠાકર (ધારાસભ્‍ય, પૂર્વપ્રદેશ, મંત્રીશ્રી), ૨. છે.

નૌકાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મંત્રીશ્રી), ૩. શ્રી ગૌતમભાઈ શાહ (પ્રદેશ કારોબારો સભ્‍ય, પૂર્વ મેયર) દ્વારા દાવેદારોને સાંભળેલ. જેમાં વોર્ડ ૦૯ - ૪૬, વોર્ડ ૧૦ - ૪૩, વોર્ડ ૧૧ - ૪૩, વોર્ડ ૧૨ - ૦૫, વોર્ડ ૧૩ - ૪૫, વોર્ડ ૧૪ - ૪૪, વોર્ડ ૧૫ - ૪૦, વોર્ડ ૧૬  - ૪૦ માં દાવેદારો એ દાવેદારી કરેલ છે. તેમ ભાર્ગવ ઠાકર, ભાજપ મીડિયા વિભાગ, જામનગર મહાનગરની યાદીમાં જણાવ્‍યું છે. 

(12:54 PM IST)