News of Monday, 6th April 2026
જસદણ વિંછીયા પંથકમાં હજુ જિલ્લા તાલુકામાં કોઈ પક્ષએ ઉમેદવાર જાહેર કર્યા નથી છતાં ભાજપ પ્રચારમાં આગળ

(હિતેશ ગોસાઇ. હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૬: જસદણ વિછીયા તાલુકાના એકપણ ગામડામાં કોઈપણ પક્ષએ કોઈ સત્તાવાર ઉમેદવાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી અંગે જાહેર કરેલ નથી આમ છતાં ભાજપએ છેલ્લા દસ દિવસથી પ્રચાર પ્રસાર ઝંઝાવતી બનાવ્યો છે રાજકોટ જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠકો બન્ને તાલુકામાં હોય ત્યારે ભાજપએ જુદી જુદી બેઠકો અંગે સત્તાવાર નિમણૂકો જાહેર કરી દીધાની સાથોસાથ ભાજપના નેતાઓ ગામડા ખૂંદવા લાગ્યાં છે અન્ય પક્ષોમાં કોઈ જાહેરમાં સળવળાટ પણ નથી દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ અને એક સીટના જવાબદાર વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે અમે તો પાર્ટીના આદેશ મુજબ ઘણાં દિવસોથી ભાજપનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમા વ્યક્તિગત સંપર્ક ખૂબ મહત્વનો હોય છે તેથી અમો મતદારો સાથે સીધો સંવાદ કરી રહ્યા છીએ જેમ જેમ ચૂંટણી નજીક આવશે અને અમારા ઉમેદવારો જાહેર થયાં બાદ અમો રાત દિવસ એક કરી પ્રચાર કરીશું વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ એક એક ગ્રામ્ય વિસ્તારોને નંદનવન બનાવ્યા છે અને મતદારો સાથે પાર્ટીના દરેક હોદ્દેદારો કાર્યકરો જીવંત સંપર્ક ધરાવતા હોવાથી અમોને સર્વત્ર આવકાર સાંપડી રહ્યો છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
