<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પુ.મુકતાનંદબાપુની જરૂરીયાત લોકો માટે નિઃશુલ્‍ક બન્ને ટાઇમ માવતર વૃધ્‍ધો માટે ઘર બેઠા ટીફિન સેવા

તા. ર૦મીથી જુનાગઢ-બિલખા- મેંદરડા-ચાપરડા-નાની મોણપરી-વિસાવદર-ઉના-દેલવાડા-દિવ-ઘોઘલા સહિત ૧૦ ગામોમાં સેવાનો પ્રારંભઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા આયોજકો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ અને શ્રી પંચઅગ્નિ અખાડાના સભાપતિ પુ. મુકતાનંદજીબાપુ તાજેતરમાં આફ્રિકા ઝિમ્‍બાવેના પ્રવાસે ગયેલ દરમ્‍યાન રાત્રે ૯ કલાકે તે ઓને વૃધ્‍ધોને ભોજન સેવા આપવાનો વિચાર આવ્‍યો.

અને પૂ. બાપુએ જુનાગઢ આવતાની સાથે જ તેઓએ તેમની સાથે રહેલ. નિખિલભાઇ તેરૈયા અને ગણેશાનંદબાપુ સાથે ચર્ચા કરી અને આ સેવાકાર્યને આગામી તા. ર૦ થી શરૂ કરવા નકકી કર્યુ.

જે અંગે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજી યોગીભાઇ પઢીયાર, નિખીલભાઇ તેરૈયા, હિરેનભાઇ મંડિરએ માહિતી આપી હતી અને જણાવેલ કે પૂ. મુકતાનંદબાપુની પ્રેરણાથી માવતર માટે નિઃશુલ્‍ક માવતરને ઘરે બેઠા બન્ને ટાઇમ ભોજન પ્રસાદ ઘર બેઠા ટિફીન મળી રહે અને આ વ્‍યવસ્‍થા પૂ. મુકતાનંદબાપુ જુનાગઢ-બિલખા-મેંદરડા-ચાપરડા-નાની મોણપરીપ, વિસાવદર, ઉના, દેલવાડા, દિવ-ઘોઘલા, બધે જ ચાલુ કરવાની હોય આ વ્‍યવસ્‍થા માટે અમુક નિયમો રાખવામાં આવેલ છે.

જેમાં માવતરની વય મર્યાદા (ઉ.વ.૬પ) અથવા તો તેનાથી વધુ હોવી જોઇએ. વિકલાંગોને આવમ મર્યાદા લાગુ પડશે નહીં આ સુવિધા ર૦ એપ્રિલથી શરૂ કરાશે. અને ટીફીનમાં બપોરે શાક-રોટલી-દાળ-ભાત - સંભારો અને સાંજે શાક-રોટલી, કઢી, ખીચડી આપવામાં આવશે.

પૂ. બાપુ દ્વારા બિલનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા ૪ વર્ષથી અન્નક્ષેત્ર અને ટીફીન વ્‍યવસ્‍થા ચાલુ છે તે ટીફીન આવીને માણસો લઇ જાય છે.

તે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. બન્ને ટાઇમ ૪પ૦ થી પ૦૦ લોકો આ સેવાનો લાભ લ્‍યે છે. આ સેવા ચાલુ જ રહેશે.

જે માવતર ૬પ વર્ષથી વધારે હોઇ તે માટે ટીફીનની વ્‍યવસ્‍થા સંસ્‍થા પુરી પાડશે. જેમને આ ટીફીન સેવાનો લાભ લેવા હોય તે નીચેના નંબરો ઉપર સંપર્ક સાધવો. અને તેમની વિગતો આધાર કાર્ડ સાથે લખાવવી સંપર્ક નં. ૮૪૮૮૯ ૯૧૦૦૮, ૬૩પ૯પ ૮૬૦૦૦, ૯૪ર૭૮ ૭૬૭૩૧

(10:26 AM IST)