<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ભાયાવદર ખાતે ધોરાજી-ઉપલેટાના ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોની મિટિંગ મળી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૬: ભાયાવદર ખાતે ભાયાવદર રાજપૂત સમાજ તેમજ ધોરાજી-ઉપલેટા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોના ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ, યુવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજના સરપંચશ્રીઓની બેઠક યોજાઈ હતી.

મિટિંગમાં કડક શબ્‍દોમાં એક મુદ્દો સામે આવ્‍યો કે, નગરપાલિકા, તાલુકા પંચાયત તથા સંગઠનના વિવિધ પદોમાં ક્ષત્રિય સમાજને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યો છે, જે હવે સહનશીલતાની હદ પાર થઈ રહી છે.

આવનારી તાલુકા પંચાયત ચૂંટણીમાં ધોરાજી-ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજને યોગ્‍ય અને સન્‍માનજનક પ્રતિનિધિત્‍વ આપવામાં આવે તે માટે ધારાસભ્‍યશ્રી તથા સંગઠનના જવાબદાર નેતાઓને સ્‍પષ્ટ રજૂઆત કરવામાં આવી છે.

જો આ મુદ્દે યોગ્‍ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ પોતાની રણનીતિ સ્‍વતંત્ર રીતે નક્કી કરવા મજબૂર બનશે, તેની સંપૂર્ણ જવાબદારી ધોરાજી- ઉપલેટા મત વિસ્‍તારના પક્ષના જવાબદાર લોકોની રહેશે.

(1:48 PM IST)