<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ગોંડલના ઘોઘાવદર ગામે વાડીએ દર્શન કરવા ગયેલ વૃધ્‍ધાનું પાડોશીના વાડીમાં કુવામાં પડી જતા મોત

રાજકોટ રહેતો પુત્ર રવિવારે માતા-પિતાને મળવા આવ્‍યો'ને માતાની કુવામાંથી લાશ મળીઃ પરિવાર શોકમગ્ન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૬: ગોંડલનાં ઘોઘાવદર ગામે વાડીએ દર્શન કરવા ગયેલા વળધ્‍ધાનું પાડોશીની વાડીનાં કુવામાં પડી જતા ડુબી જવાથી મોત નિપજ્‍યું હતું. રાજકોટ રહેતો પુત્ર માતાપિતાને મળવા આવ્‍યો હતો. પરંતુ કુદરતે કંઇક જુદુ ધાર્યુ હોય તેમાં માતા નાં આકસ્‍મિક મોત થી હતપ્રત બન્‍યો હતો.બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરાતા દોડી આવેલા સ્‍ટાફે કુવામાંથી મળતદેહ બહાર કાઢી પીએમ માટે ગોંડલ સરકારી હોસ્‍પિટલ ખસેડ્‍યો હતો. પ્રાપ્‍ત વિગત મુજબ ઘોઘાવદર રહેતા મંજુબેન પ્રવિણભાઈ ધડુક ઉ.૬૫ સવારે નિત્‍યક્રમ મુજબ વાડીએ આવેલા સુરાપુરા દાદા નાં મંદિરે દર્શન કરવા ગયા હતાં. દર્શન કરી પરત ફરતી વેળા બાજુમાં આવેલી રાજુભાઇ ચોવટીયાની વાડીએ કુવામાં પાણી જોવા ડોકીયુ કરતા અચાનક સંતુલન ગુમાવતા કુવાનાં ઉંડા પાણીમાં ખાબકયા હતા.અને ડુબી જવાથી તેમનું મોત નિપજ્‍યુ હતું. દરમ્‍યાન રાજકોટ રહેતો પુત્ર ધવલ રવિવારની રજા હોય ઘોઘાવદર માતાપિતાને મળવા આવ્‍યો હતો. પિતા પ્રવિણભાઈ અન્‍ય વાડીએ ટ્રેક્‍ટર ચલાવતા હતા.અને માતા ઘરે નહી દેખાતા શોધખોળ કરી હતી. દરમ્‍યાન અન્‍ય કુટુંબીજનો સાથે વાડીએ પંહોચી તપાસ કરતા બાજુની વાડીનાં કુવામાં માતાનો મળતદેહ તરતો જોવા મળ્‍યો હતો.બનાવ નાં પગલે પરિવાર શોકમગ્ન બન્‍યો હતો.

 મળતક ને સંતાન માં એક પુત્ર તથા એક પુત્રી છે.જે બન્‍ને પરણિત છે.

બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:46 PM IST)